તપાસ:વેસુમાં કોફી શોપના કપલ બોક્સમાં યુવતીના મોતનું રહસ્ય હજુ અકબંધ

સુરત10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વિશેરાના FSLમાં મોકલાયા, યુવક હજુ ફરાર

વેસુમાં કોફી શોપમાં કપલ બોક્સમાં પોણા બે કલાક બેઠેલી વિદ્યાર્થિનીના મોત મામલે ક્રાઇમ બ્રાંચની ટીમે વિશેરાના સેમ્પલો સ્પેશિયલ પ્રાયોરિટી સાથે એફએસએલમાં મોકલી આપ્યા છે. કોફી શોપમાં વિદ્યાર્થી અને વિદ્યાર્થિની 22મી તારીખે બપોરે 3.30 વાગ્યે આવ્યા અને 5.15 વાગ્યે બેભાન થતા એમ્બ્યુલન્સમાં હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. હવે આખા કેસનો મદાર વિશેરા રિપોર્ટ પર છે કેમ કે એફએસએલનો રિપોર્ટ આવશે ત્યાર પછી વિદ્યાર્થિનીના મોતનું સાચું કારણ જાણવા મળી શકે છે. ક્રાઇમ બ્રાંચની ટીમે એફએસએલના અધિકારીઓને સાથે રાખી વેસુના કોફી શોપ જેમાં યુવતી બેભાન મળી તે જગ્યાનું પંચનામું કર્યુ હતું. વિશેરાનો રિપોર્ટ એફએસએલમાંથી તાત્કાલિક આવી શકે તે માટે સ્પેશિયલ પાયોરિટી માટે ઉચ્ચ પોલીસ અધિકારીએ લેટર લખ્યો છે.

યુવતી છેલ્લી ઘડીએ જે વિધર્મી યુવક મોહંમદ મદની સાથે હતી તે ક્રાઇમબ્રાંચ ઓફિસની સામે ચોકબજાર સિંધીવાડમાં રહે છે. તેને શોધવા માટે ટીમ ઘરે ગઈ હતી પણ તે ફરાર હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે તેની માતાની પ્રાથમિક પૂછપરછ કરી હતી. જે દિવસે ઘટના બની તે જ દિવસે સિવિલ હોસ્પિટલમાંથી મદની ગાયબ થઈ ગયો હતો અને તેનો મોબાઇલ પણ બંધ આવતો હતો. મદની માતા સાથે રહેતો હતો અને માતા-પિતાના છુટાછેડા થયેલા છે.

સોમવારે 22મી તારીખે સાંજે વેસુ કોફી શોપમાંથી યુવતી બેભાન હાલતમાં મળતા 108 એમ્બ્યુલન્સમાં સિવિલ લાવવામાં આવી હતી. જયાં સારવાર મળે તે પહેલા જ વિદ્યાર્થીનું મોત થયું હતું. યુવતીએ ઝેરી દવા પીધી હોવાની આશંકા લાગી રહી છે. આખી ઘટનામાં યુવતીની સાથે કોફી શોપમાં બેઠેલો મોહંમદ મદની શંકાના દાયરામાં છે. જે યુવતીને હોસ્પિટલમાં મુકી ગાયબ થયો છે. મૃતકનું નામ મધુસ્મિતા સુશાંત શાહુ (22) ડિંડોલીની રહેવાસી અને કામરેજ કોલેજમાં બીએડની વિદ્યાર્થિની હતી.

અન્ય સમાચારો પણ છે...