શંકાસ્પદ મોત:સુરતના વેસુમાં આવાસના બંધ ફ્લેટમાંથી મિઝોરમની યુવતીનો કોહવાયેલી હાલતમાં મૃતદેહ મળ્યો

સુરત5 મહિનો પહેલા
  • કૉપી લિંક
છેલ્લા બે દિવસથી દરવાજો ન ખુલતા સ્થાનિકોએ પોલીસને જાણ કરતા યુવતીનો મૃતદેહ મળ્યો હતો. - Divya Bhaskar
છેલ્લા બે દિવસથી દરવાજો ન ખુલતા સ્થાનિકોએ પોલીસને જાણ કરતા યુવતીનો મૃતદેહ મળ્યો હતો.
  • આવાસના રહિશોને દુર્ગંઘ આવતા ફાયરબ્રિગેડને જાણ કરાયા બાદ મૃતદેહ મળ્યો

સુરતના વેસુ વિસ્તારમાં આવેલા સુમન આનંદ આવાસમાંથી મિઝોરમની યુવતીનો મૃતદેહ મળી આવ્યો હતો. આવાસના રહિશોને બંધ ફ્લેટમાંથી દુર્ગંધ આવતાં ફાયરબ્રિગેડને જાણ કરાઈ હતી. ફાયરબ્રિગેડે દરવાજો ખોલતા કોહવાયેલી હાલતમાં યુવતીનો મૃતદેહ મળી આવ્યો હતો. ફાયર સાથે આવેલી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

મૃતદેહ મળ્યા બાદ સવાલો ઉભા થયા છે.
મૃતદેહ મળ્યા બાદ સવાલો ઉભા થયા છે.

ફ્લેટ થોડા દિવસથી બંધ હતો
વેસુ વિસ્તારમાં આવેલા સુમન આનંદ આવસના E બિલ્ડીંગના ફ્લેટ(રૂમ) નંબર 503માંથી મિઝોરમની આશા સારકી નામની યુવતીનો મૃતદેહ મળી આવ્યો હતો. બે દિવસોથી આશાનો ફ્લેટ બંધ રહેતો હતો. જેમાંથી અચાનક દુર્ગંધ આવતાં લોકોએ પોલીસ અને ફાયરબ્રિગેડને જાણ કરી હતી. પોલીસ ફાયરબ્રિગેડની ટીમે દરવાજો તોડતા અંદરથી મૃતદેહ મળી આવ્યો હતો.

પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હતી.
પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હતી.

દારૂની બોટલ પણ મળી
2 દિવસથી આશાના ફ્લેટનો દરવાજો નહીં ખોલતા આજુબાજુ વાળા વ્યક્તિ દ્વારા પોલીસને જાણ કરાઈ હતી. ફાયર બ્રિગેડ સહિત પોલીસ કાફલો ઘટના પર આવીને દરવાજો તોડતા અંદરથી મૃતદેહ કોહવાયેલી હાલતમાં મળી આવ્યો હતો. સાથે જ આજુ બાજુ મોટા પ્રમાણમાં દારૂ ની બોટલ પણ મળી આવી હતી. હાલ ઉમરા પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...