તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તપાસ:ડિંડોલીના ગુમ યુવકની હત્યા કરાયેલી લાશ ઝાડીમાંથી મળી

સુરત4 મહિનો પહેલા
  • કૉપી લિંક

ઉધના બીઆરસી નજીક આવેલી લક્ષ્મીનારાયણ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ પાસેની ઝાડીમાંથી મજૂર યુવાનની હત્યા કરેલા લાશ મળી આવી છે. આ યુવાન બે દિવસ પહેલા ગુમ થયો હોવાનું જાણવા મળે છે. પોલીસ સુત્રો પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ ગુરૂવારે સવારે ઉધના બીઆરસી લક્ષ્મીનારાયણ ઇન્ડસ્ટ્રીઝના ખુલ્લા પ્લોટમાં થી આશરે 30 વર્ષના યુવાનની લાશ મળી આવી હતી. લાશનું પોસ્ટ મોર્ટમ કરાવતા તેનુ ગળુ દબાવીને હત્યા કરવામાં આવી હોવાનું બહાર આવતા ઉધના પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.

જેમાં મરનાર યુવાન ડીંડોલી સંતોષીનગરમાં રહેતો અરૂણ લક્ષ્મણ પવાર હોવાનું બહાર આવ્યું હતું. અરૂણ કડીયાકામની મજૂરી કરતો હતો અને તા.1લી ડિસેમ્બરથી ગુમ થયો હતો. જ્યારે કોઇ હત્યારાએ તેનું ગળુ દબાવી હત્યા કર્યા બાદ લાશને ફેંકી ગયો હોય હત્યારો પરિચિત હોવાનું પોલીસનું અનુમાન છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

    વધુ વાંચો