તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:ઘર ખર્ચ મામલે પત્નીની હત્યા લાશ દુર્ગંધ મારતા ભેદ ખૂલ્યો

સુરત12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાંડેસરામાં 24 કલાક સુધી લાશ ઘરમાં હતી
  • પતિએ બિમારીથી મોત થયાની વાત કહી હતી

પાંડેસરામાં પતિએ પત્નીને છાતીમાં લાત મારી મોતને ઘાટ ઉતારી 24 કલાક સુધી લાશ રૂમમાં રાખી મુકી દુર્ગંધ મારવા લાગતા સાળા અને સસરાને જાણ કરી બિમારીની વાત ઉપજાવી હતી. પત્નીના અંતિમ સંસ્કાર માટે શબવાહિની આવતા ચાલકે ડેથ સર્ટી માંગ્યું પણ ડેથ સર્ટી ન હોવાથી પોલીસને જાણ કરતા પાંડેસરા પોલીસે લાશનો કબજો લઈ પીએમ માટે સિવિલ મોકલી હતી. પીએમમાં મહિલાની હત્યા થયાનું જણાયું હતું. મહિલાને છાતી અને ફેફ્સામાં આંતરિક ઈજાને કારણે મોત થયું હતું. પોલીસે પતિ વિજય આંનદા પાટીલ(રહે,સત્યનારાયણ નગર સોસા,પાંડેસરા)ને લઈ આવી પૂછપરછ શરૂ કરી હતી, જેમાં તે ભાંગી પડયો અને પત્નીની હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી.

હત્યા પાછળનું કારણ ઘરમાં દંપતી વચ્ચે ઘર ખર્ચ અને રૂમના ભાડાના પૈસા બાબતે ઝઘડો થતો હતો. આ ઝઘડામાં પતિએ પત્નીને 31મી તારીખે બપોરે છાતીમાં લાત મારી મોતને ઘાટ ઉતારી દીધી હતી. પતિ હત્યા કરી રૂમનો દરવાજો બંધ કરી ચાલી ગયો હતો. પાછો રાત્રે આવી ટેરેસ પર સુવા નીકળી ગયો અને સવારે પાછો નોકરીની શોધમાં નીકળી ગયો હતો.

રૂમમાં લાશ દુર્ગંધ મારવા લાગી હતી. આથી હત્યારાએ તેના સાળા અને સસરાને કહ્યું કે, તેણી 4 દિવસથી બિમાર હતી અને જમવાનું લીધું ન હતું. એટલે બિમારીને કારણે મોત થયું હોવાની કહાની બનાવી હતી. મહિલાના 12 વર્ષ પહેલા લગ્ન થયા હતા. પહેલા પતિને છોડી બીજા પતિ વિજય પાટીલ સાથે રહેતી હતી.

અન્ય સમાચારો પણ છે...