સુરત રેલવે સ્ટેશન બહાર સર્જાતી ટ્રાફ્રિક સમસ્યાના નિરાકરણ માટે પાલિકા અને પોલીસ વચ્ચે બેઠક મળી હતી. લોકોની ટ્રેન છૂટી જવાની અનેક ફરિયાદો વચ્ચે મેયર હેમાલી બોઘાવાલા પોતે રેલ્વે સ્ટેશન પર પહોંચ્યા હતા. તેમણે ટ્રાફિક એસીપી, પીઆઇ સહિતના પોલીસ અધિકારીઓ અને પાલિકાના સેન્ટ્રલ ઝોનના અધિકારીઓ સાથે બેઠક કરી હતી. રેલ્વે સ્ટેશન પર રીક્ષા ચાલકોના જમાવડાના કારણે સૌથી વધુ ટ્રાફિક જામ થાય છે. જેથી તાત્કાલિક 25થી વધુ ટ્રાફિક પોલીસના જવાનોને ત્યાં ખડકી દેવામાં આવ્યા હતા.
દબાણને લગતી ફરિયાદો હશે તો પાલિકા એક્શન લેશે. જ્યારે રેલવેના ઇન અને આઉટ બંને ગેટ પરથી મુસાફરોની અવર-જવર થતી હોય ટ્રાફિક સમસ્યા તેના કારણે પણ વધી રહી છે. જેથી આ માટે રેલવેને જરૂરી કાર્યવાહી કરવા સુચના અપાઇ છે. આમ, આગામી દિવસમાં પોલીસ, પાલિકા, રેલવે ત્રણેય મળીને ટ્રાફિક સમસ્યા નિવારવા કામગીરી હાથ ધરશે. નોંધનીય છે કે, રેલ્વે સ્ટેશનની આસપાસ દુકાન બહાર દબાણ અને પાથરણાવાળા અને રીક્ષાને લઇ સૌથી વધુ ટ્રાફિકની સમસ્યા સર્જાય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.