મહાપાલિકા દ્વારા અર્ચના ફલાય ઓવરબ્રિજની નીચે આવેલી અર્ચના ખાડી બ્રિજનું ડિમોલીશન કરી વિશિષ્ટ પ્રકારનું આરસીસી બોક્ષ ટાઈપ સ્ટ્રક્ચર નિર્માણ કરશે. જેથી સલામતીના કારણોસર ખાડી બ્રિજ તા. 9 માર્ચ 2023થી તા. 15 એપ્રિલ 2023 દરમિયાન 36 દિવસ સુધી તમામ પ્રકારના વાહનો તેમજ રાહદારીઓની અવરજવર માટે પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
બોમ્બે માર્કેટ, ખાડી ફળીયા તથા ઈશ્વરકૃપા રોડ તરફથી આઈ માતા રોડ થઈ સુરત-બારડોલી રોડ તરફ જતાં તમામ પ્રકારના વાહનો રાહદારીઓએ અર્ચના ફલાય ઓવર બ્રિજ થઈ સીતાનગર ચાર રસ્તા થઈ સુરત-બારડોલી રોડનો ઉપયોગ કરવાનો રહેશે, બોમ્બે માર્કેટ રોડ થઈ છત્રપતિ શિવાજી સ્ટેચ્યૂ થઈ સુરત-બારડોલી રોડ તરફ જઈ શકાશે, સ્વામીનારાયણ સોસાયટી થી સરિતાવિહાર સોસાયટી થઈ સુરત-બારડોલી રોડ, આઈ માતા રોડનો ઉપયોગ કરવાનો રહેશે તથા આઈ માતા રોડથી બોમ્બે માર્કેટ તરફ જતાં અને સીતાનગર ચોકડીથી બોમ્બેમાર્કેટ જતાં વાહન ચાલકોએ અર્ચના ફલાયઓવર થઈ બોમ્બે માર્કેટ જતાં રોડનો ઉપયોગ કરવાનો રહેશે.
સુરત-બારડોલી રોડ આઈ માતા રોડ થઈ બોમ્બે માર્કેટ જતાં વાહન ચાલકોએ છત્રપતિ શિવાજી સ્ટેચ્યુ થઈ બોમ્બે માર્કેટનો ઉપયોગ કરવાનો રહેશે. આઈ માતા રોડ થઈ પીઝા શોપની બાજુમાંથી પસાર થતાં રોડ થઈ સરિતાવિહાર સોસાયટી થઈ બોમ્બે માર્કેટ રોડ તરફ જઈ શકાશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.