ચાર્જિંગ સ્ટેશન:પાલિકા શહેરમાં વધુ 50 ચાર્જિંગ સ્ટેશન બનાવશે

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • સુરતને ઇ વ્હિકલ સિટી બનાવવા કવાયત
  • પાલિકા ફાસ્ટ ચાર્જિંગ સ્ટેશન માટે જમીન આપી

તાજેતરમાં જ પાલિકા દ્વારા શહેરમાં 25 ઇ-વ્હિકલના ફાસ્ટ ચાર્જિંગ સ્ટેશન ખુલ્લા મુકાયા બાદ વધુ 25 ચાર્જિંગ સ્ટેશન ઊભાં કરવાની કવાયત નક્કી એજન્સી દ્વારા કાર્યરત છે, ત્યાં સુરત પાલિકાએ વધુ 50 ફાસ્ટ ચાર્જિંગ સ્ટેશન બનાવવા માટેની કવાયત શરૂ કરી છે. ગુરુવારે પાલિકા અધિકારીઓની મળેલી બેઠકમાં તમામ ઝોનમાં ખુલ્લી જમીનો કે જ્યાં અન્ય કોઇ ન્યુસન્સ કે દબાણ હોય તેવી જમીનો પર પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ (PPP)ના ધોરણે નવા ચાર્જિંગ સ્ટેશન બનાવવાની પ્રિલિમનરી કવાયતને મંજૂરી અપાઇ હતી. આ બેઠકમાં ટ્રાફિક પોલીસ વિભાગના અધિકારીઓને પણ ઉપસ્થિત રખાયા હતાં. ગઇ તા.29મી સપ્ટેમ્બરે વડાપ્રધાન હસ્તે શહેરભરમાં 25 સ્થળો પર સાકારીત ઇ-વ્હિકલ માટે ફાસ્ટ ચાર્જિંગ સ્ટેશનો ખુલ્લા મુકાયા હતાં. ત્યારે પાલિકા પણ તે સ્થિતિ અનુરૂપ શહેરમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભાં કરી રહી છે. ત્યારે ભવિષ્યમાં 500 જેટલાં ઇ-ચાર્જિંગ સ્ટેશન ઊભા કરવાના આયોજન સાથે સુરતને ઇલેક્ટ્રિક વ્હિકલ સિટી તરીકેની ઓળખ આપવા માટેની કવાયત પર પાલિકાએ રણનીતિ નક્કી કરી છે.

અન્ય સમાચારો પણ છે...