પાલિકાની કામગીરી:કતારગામમાં વર્ષો જૂના તબેલા પર પાલિકાએ બુલડોઝર ફેરવ્યું

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 30 માર્શલ, 25 SRP જવાન સાથે ગેરકાયદે તબેલો દૂર કરાયો
  • પાલિકાએ​​​​​​​ 5 હજાર ચોરસ ફૂટની જગ્યાનો કબજો મેળવ્યો

કતારગામમાં પાલિકાના પ્લોટ પર વર્ષો જૂના ગેરકાયદે ઊભા કરેલા તબેલા પર પાલિકાએ બુલડોઝર ફેરવ્યું હતું. આ સાથે જ પાલિકાએ 5 હજાર ચોરસ ફૂટની જગ્યાનો કબજો મેળવ્યો હતો.

કતારગામમાં રે.સે.નં.37 પૈકી 2, 37-3-એ ને ફાયનલ પ્લોટ નં. 29 મધુવન સોસાયટીને ફાળવવામાં આવ્યો હતો. ટીપી સ્કીમને પ્રીલિમનરી ટીપી સ્કીમ તરીકે મંજૂરી મળી હતી. જેથી સ્થળ પર ટીપી સ્કીમ મુજબના ફાયનલ પ્લોટ પર કબજો દૂર કરવાના ભાગરૂપે ગુરૂવારે કતારગામ ઝોન કચેરીના શહેર વિકાસ વિભાગ અને દબાણ વિભાગની ટીમ સ્થળ પર પહોંચી હતી. અને સ્થળ પરથી વર્ષો જૂનો આરસીસી સ્લેબ વાળો પાકો તબેલો હતો. જેમાં મોટી સંખ્યામાં ઢોર બાંધવામાં આવ્યા હતા.

પાલિકાના ઝોનલ ચીફ ડી.કે.પંડ્યા તેમજ વી.એસ.ગણેશવાલાના માર્ગદર્શન હેઠળ અધિકારીઓ ઘર્ષણ ન થાય તે માટે 30 માર્શલ અને 25 એસઆરપી જવાનની ટીમ લઈને સ્થળ પર પહોંચ્યા હતા. સ્થળ પર પહોંચી ગેરકાયદે ઊભા કરેલા તબેલા પર બુલડોઝર ફેરવ્યું હતું. પાલિકા બાંધકામ તોડી પાડી 5 હજાર ચોરસ ફૂટ જમીનનો કબજો મેળવી લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...