કોરોના સુરત LIVE:સિટીમાં 3 કેસ અને જિલ્લામાં એક પણ નહીં, પોઝિટિવ કેસનો આંક 1,43,996 થયો, વધુ 2 દર્દી ડિસ્ચાર્જ થયા

સુરત17 દિવસ પહેલા
  • કૉપી લિંક
તમામ નાગરિકોને રસી મળી રહે તે માટે પાલિકા દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે.(ફાઈલ તસવીર) - Divya Bhaskar
તમામ નાગરિકોને રસી મળી રહે તે માટે પાલિકા દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે.(ફાઈલ તસવીર)
  • શહેર અને જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા 32 થઈ

સુરતમાં દિવાળી બાદ કોરોનાના કેસમાં વધારો ઘટાડો થઈ રહ્યો છે. આજે સિટીમાં 3 અને જિલ્લામાં 0 કેસ સાથે વધુ 3 કેસ નોંધાતા કોરોના કેસનો આંકડો વધીને 1,43,996 થયો છે. શહેર અને જિલ્લામાં કોરોનાના એક પણ દર્દીનું મોત નિપજ્યું ન હતું. અત્યાર સુધીમાં શહેર જિલ્લામાં કોરોનાનો કુલ મૃતાંક 2116 થયો છે.

આજે શહેરમાંથી 2 અને જિલ્લામાંથી 0 મળી 2 દર્દીઓ કોરોનાને માત આપી સાજા થતા તેમને રજા આપવામાં આવી હતી. અત્યાર સુધીમાં શહેર જિલ્લામાં 141848 દર્દીઓ કોરોનાને માત આપી સાજા થઈ ચુક્યા છે. હાલ શહેર જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા વધીને 32 થઈ છે.

રસીકરણ તેજ કામગીરી યથાવત
તહેવારોની રજા પૂર્ણ થતાં જ ફરી રસીકરણ તેજ કરવામાં આવ્યું છે. શહેરમાં પ્રથમ ડોઝ માટે 31 સેન્ટર પર જ જ્યારે 132 સેન્ટર પર બીજા ડોઝ માટે રસી અપાઈ રહી છે. જ્યારે 8 સેન્ટર પર એપાઈન્ટમેન્ટ લેનારાને રસી અપાઈ રહી છે. 2 સેન્ટર પર વિદેશ જનારા માટે ખાસ વેક્સિન અપાઈ રહી છે. જ્યારે 13 સેન્ટર પર કોવેક્સિન આપવામાં આવી રહી છે. આજે 186 જેટલા સેન્ટર પર રસીકરણ શરૂ કરવામાં આવ્યું છે.