તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:મંજૂરી વગર જ જીમ શરૂ થતાં પાલિકાએ બંધ કરાવ્યા

સુરત9 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • અઠવાના 5 જીમ સંચાલકને નોટીસ

શહેરમાં વકરેલા કોરોનાને કારણે તમામ જીમ, ગેમ ઝોન, સિનેમા ગૃહો બંધ રાખવા આદેશ કરાયો છે. ત્યારે અઠવા વિસ્તારમાં ખાનગી રાહે કેટલાક જીમો ચાલુ રહેતા પાલિકાના અઠવા ઝોને તાકીદે જીમો બંધ કરાવી નોટિસ ફટકારી હોવાની માહિતી સાંપડી છે. પાલિકાની ટીમે અંદાજે 5થી વધુ જીમો બંધ કરાવાયા હતા.

ભટારમાં આવેલ સનસીટી ફીટનેસ એન્ડ વેલનેસ, સિટીલાઇટ રોડ પર આવેલ જીમ ઇલેવન, વેસુ વીઆઇપી રોડ પર આવેલ સેપરર્સ ફિટનેસ સહિતના જીમ પાલિકાએ બંધ કરાવ્યા હતા. અઠવા ઝોને બીજો હુકમ ન થાય ત્યાં સુધી જીમ બંધ રાખવા નોટિસ ફટકારી છે. એટલું જ નહીં નોટિસની અવગણના કરવામાં આવશે તો એપેડેમીક ડિસીઝ એક્ટ હેઠળ ગુનો દાખલ કરવાની ચિમકી આપવામાં આવી છે.

ઉલ્લેખનીય છેકે, સુરતમાં માત્ર જીમ બંધ હોવાથી તાજેતરમાં જીમના સંચાલકોએ પાલિકાની મુખ્ય કચેરીએ કોવિડ 19ના નિયમ મુજબ જીમ શરૂ કરવાની માંગણી કરી હતી. પાલિકા બહાર કસરત કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો