તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રજૂઆત:ડુમસ સીફેસ માટે પાલિકાએ રાજ્ય સરકાર પાસે ટોકન ભાવે જમીન માંગી

સુરત7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દરિયા કિનારે 106 હેક્ટર જમીન પર સીફેસ ડેવલપ કરાશે

ડુમસ સી ફેસને ડેવલપ કરવા પાલિકા દ્વારા રાજ્ય સરકારને પ્રેજન્ટેશન કરાયું હતું. ડુમસ સી ફેસ પ્રોજેક્ટમાં દરિયા કિનારે કુલ 106 હેક્ટર જમીનનો ઉપયોગ થશે. જેમાં જંગલ ખાતાની 28.75 હેકટર અને સરકારી 78 હેકટર જમીન છે. આ જમીન ટોકન ભાવે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનને અપાય તો આ પ્રોજેક્ટ ડેવલપ થઈ શકે તેમ છે. જેને પીપીપી હેઠળ ડેવલપ કરાશે. પ્રેજન્ટેશનમાં ઈકો ટુરીઝમ પાર્ક, એમ્યુઝમેન્ટ પાર્ક, હોટલ, વોટર સ્પોર્ટ, રેસ્ટોરન્ટ જેવી જગ્યાઓ બનાવવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. સાથે સાથે પાંચ કિલોમીટરનો કોસ્ટલ વે પણ તૈયાર કરાશે.

સુરત મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાનીએ કહ્યું હતું કે, ‘ડુસમને પિકનીક સ્પોટ બનાવવા માટે પાલિકાએ પ્રેજન્ટેશન તૈયાર કરીને રાજ્ય સરકારને રજૂ કર્યુ હતું. જો ડુમસને વિકસાવવામાં આવે તો સુરતના ફરવાલાયક વધુ એક સ્થળમાં ઉમેરો થશે. જંગલખાતુ અને રાજય સરકારનો ટુરીઝમ વિભાગ પણ આ પ્રોજેકટમાં ભાગીદારી કરે તેવી પણ રજુઆત કરવામાં આવી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- જમીન-જાયદાદનું કોઇ કામ અટવાયેલું છે તો આજે તેના પૂર્ણ થવાની સંભાવના છે. ભવિષ્યને લગતી થોડી યોજનાઓ ઉપર પણ વિચાર થશે. કોઇ અટવાયેલા રૂપિયા આવી જવાથી ચિંતા દૂર થશે. નેગેટિવઃ- તમારા મહત્ત્વપૂર...

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser