કાર્યવાહી:પાલિકાએ 15 દિવસમાં જ 422 ઢોર પકડ્યા, 4.25 લાખનો દંડ

સુરત11 દિવસ પહેલા
  • કૉપી લિંક

શહેરમાં 8 દિવસની અંદર એક પણ ગાય દેખાવી ન જોઈએ એવુ નિવેદન ભાજપ પ્રમુખ સી.આર.પાટીલે કર્યા બાદ છેલ્લા 4 દિવસમાં સુરત પાલિકા પહેલા કરતા વધુ દોડતી થઈ ગઈ છે. મનપાના માર્કેટ ખાતાએ એસઆરપી કંપનીના બંદોબસ્ત સાથે પંદર દિવસ દરમ્યાન જાહેર રસ્તા અને અંતરિયાળ શેરીઓમાંથી ટ્રાફીકને અડચણરૂપ બનતાં ૨ખડતા—ભટકતા 422 ઢોરને પકડી પાડી ઢોર ડબ્બામાં પૂર્યા છે. જે ઢોર તેમના માલિક દ્વારા ૫૨ત છોડાવવા બદલ રૂપિયા 4,25,550 ૨કમ દંડ પેટે વસુલ કરવામાં આવ્યો છે.

ઢોર માલિકો સામે તેમના ઢોરોને જાહેર રસ્તા ઉ૫૨ ૨ખડતા છોડવા બદલ ધી બોમ્બે પોલીસ એકટ-1951 ની કલમ 90 (એ) મુજબ કુલ–44 પોલીસ કેસ પણ દાખલ ક૨વામાં આવ્યો છે. પાટીલના નિવેદનથી રાજ્યભરના માલધારી સમાજમાં રોષ ફેલાતા જિલ્લા કક્ષાએ આવેદન આપી સીઆર માફી માંગે એવી માંગ કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...