• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • The Municipality Is Gearing Up To Give Vaccines During The Festive Holidays, Today It Is Time To Give Vaccines At 136 Centers.

કોરોના સુરત LIVE:સિટીમાં 4 અને જિલ્લામાં વધુ 2 કેસ, પોઝિટિવનો આંક 143931 થયો, નવા 3 દર્દી ડિસ્ચાર્જ થયા

સુરત25 દિવસ પહેલા
  • કૉપી લિંક
વેક્સિનેશનના બન્ને ડોઝ નાગરિકોને મળી રહે તે માટે પાલિકા દ્વારા વ્યવસ્થા કરાઈ છે.(ફાઈલ તસવીર) - Divya Bhaskar
વેક્સિનેશનના બન્ને ડોઝ નાગરિકોને મળી રહે તે માટે પાલિકા દ્વારા વ્યવસ્થા કરાઈ છે.(ફાઈલ તસવીર)
  • શહેર જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યામા વધીને 68 થઈ

સુરત શહેર જિલ્લામાં કોરોનાના કેસમાં વધારો ઘટાડો થતો રહે છે. જોકે, કેસ 10ની નીચે રહેતા થોડી રાહત છે. ગતરોજ શહેરમાં 4 અને જિલ્લામાં વધુ 2 કેસ નોંધાયા છે. આ સાથે કોરોના વેક્સિનેશનની કામગીરી પણ તેજ કરવામાં આવી છે. 58 ટકા લોકોમાં વેક્સિનનો બીજો ડોઝ પણ પૂર્ણ થઈ ગયો છે.

પોઝિટિવ કેસની કુલ સંખ્યા 143925 થઈ
શહેરમાં 04 અને જિલ્લામાં 02 કેસ સાથે શહેર જિલ્લામાં કોરોનાના વધુ 06 કેસ પોઝિટિવ નોંધાયા છે. આ સાથે શહેર અને જિલ્લામાં કોરોનાના પોઝિટિવ કેસની કુલ સંખ્યા 143931 થઈ ગઈ છે. જિલ્લામાં કોરોનાના એક પણ દર્દીનું મોત નીપજ્યું નથી. અત્યાર સુધીમાં શહેર જિલ્લામાં કોરોનાનો કુલ મૃતાંક 2116 થયો છે. આજે શહેરમાંથી 03 અને જિલ્લામાંથી 00 સહિત 03 દર્દીઓ કોરોનાને માત આપી સાજા થતા તેમને રજા આપવામાં આવી હતી. અત્યાર સુધીમાં શહેર જિલ્લામાં 141747 દર્દીઓ કોરોનાને માત આપી સાજા થઈ ચુક્યા છે. હાલ શહેર જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા વધીને 68 થઈ છે.તમામ લોકોને રસી મળી રહે તે માટે પાલિકા દ્વારા નોક ટુ ડોર અભિયાન હાથ ધરાયું છે.

136 રસીકરણ સેન્ટર જાહેર
આજે 27 કોવિશિલ્ડ રસીકરણ કેન્દ્ર પર પ્રથમ ડોઝ અને 83 કેન્દ્ર પર બીજા ડોઝની વ્યવસ્થા કરવામાં આવી છે. જ્યારે કોવિન પોર્ટલ પર ઓનલાઇન એપોઇમેન્ટ લીધી હોય તેના માટે અલગથી 7 સેન્ટર, કોવેક્સિનના 17 સેન્ટર અને વિદેશ જતા નાગરિકો માટે 2 સેન્ટર કાર્યરત રહેશે. રસીકરણ કેન્દ્રની યાદી પાલિકાની વેબસાઇટ પરથી શહેરીજનો મેળવી શકે છે.