નિર્ણય:પાલિકાએ પ્લોટનાં ભાડાંમાં 40થી 100 %નો વધારો કર્યો

સુરતએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • રિન્યૂ માટે આવેલા 5 પ્લોટોથી ભાડાં વધારાની શરૂઆત

પાલિકા દ્વારા પાંચ પ્લોટોના ભાડામાં 40 થી 100 ટકાનો વધારો કર્યો છે. તાજેતરમાં જ 408 જેટલા પાલિકાના પ્લોટોને આઇડેન્ટીફાઇ કરાયા છે . તેના પર પાલિકાએ આવક વધારવાના પ્રયાસો હાથ ધર્યા છે તેના પહેલા પ્રયાસ રૂપે રિન્યૂ માટે આવેલા પાંચ પ્લોટોના ભાડામાં વધારો કરાયો છે. તેથી પાલિકાને વર્ષે 6.23 લાખ આવક થશે.

હજીરા વિકાસ ટ્રાવેલ્સ ને પાલમાં ફાળવાયેલી જગ્યામાં અને જીવનધારા ટ્રાવેલ્સ ને તેમના પાર્કિંગ માટે રાંદેર ઝોનમાં રે.સ.નંબર-238, ફા.પ્લોટ-21ની જગ્યા પર 40-40 ટકા વધારો છ મહિના માટે, શ્રી ગોપીનાથજી એજ્યુકેશન ટ્રસ્ટની આશાદીપ સ્કૂલને ઉત્રાણ-કોસાડ ખાતે અને આગામ એસો.ના પ્રોજેક્ટ માટે અડાજણમાં ભાડેથી આપેલી જગ્યામાં તથા ધર્મેશ લખુભાઇ પટેલને હાઉસિંગ પ્રોજેક્ટ માટે વેસુમાં ફાળવાયેલો પ્લોટમાં 100-100 ટકાનો વધારો કરાયો છે. તો પાયોનિયર લક્ઝરી કોર્પોરેશનને હાઉસિંગ પ્રોજેક્ટ માટે અઠવાના ભીમરાડના પ્લોટને ભાવ વધારા સાથે ફાળવવામાં આવ્યો છે.

ઓછા ભાવથી પે & પાર્કના કામ મુલતવી
ચૌટાપુલ પાણી પરબ પાસે ઓપન પ્લોટ ખાતે, ગોપીપુરા મહિલા વિદ્યાલય પાસે રસ્તા પર, રંગ ઉપવન બાજુમાં, વરાછા માં સીતાનગર ચોકડી ઓવરબ્રિજ નીચે, અશ્વનીકુમાર-નવાગામ ફા.પ્લોટ ખુલ્લા પ્લોટ પર પે એન્ડ પાર્કિંગ નો ઇજારો સોંપવાના કામોને સ્થાયી સમિતિએ મુલતવી કરી દીધા છે.

પે એન્ડ પાર્કમાંમાં કમ સે કમ 20 ટકાનો વધારો મળવો જોઈએ પરંતુ કોવિડનું કારણ આગળ ધરવામાં આવી જ્યાં ગત વર્ષોમાં વધુ કિંમત પાલિકાને મળતી હતી તેથી પણ ઘણાં ઓછા ભાવ ભરવામાં આવતાં હોય પરેશ પટેલે કહ્યું હતું કે કમ સે કેમ 10 ટકા પણ વધારો મળવો જોઈએ તેમ કહી ઈજારદારને પણ વધારા સાથે જ આવવા કહી દેવાયું હતું.

અન્ય સમાચારો પણ છે...