• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • The Municipality Has Increased Testing To Prevent Infection, Vaccination Operations At 182 Centers Remain The Same Today.

કોરોના સુરત LIVE:સંક્રમણ અટકાવવા પાલિકાએ ટેસ્ટિંગ વધાર્યું,આજે 182 સેન્ટર પર વેક્સિનેશનની કામગીરી યથાવત

સુરત10 દિવસ પહેલા
  • કૉપી લિંક
તમામ નાગરિકોને રસી મળી રહે અને જાગૃતિ વધે તે માટેના પ્રયાસ પાલિકા દ્વારા કરવામાં આવી રહ્યાં છે.(ફાઈલ તસવીર) - Divya Bhaskar
તમામ નાગરિકોને રસી મળી રહે અને જાગૃતિ વધે તે માટેના પ્રયાસ પાલિકા દ્વારા કરવામાં આવી રહ્યાં છે.(ફાઈલ તસવીર)
  • કોરોના કેસનો આંકડો વધીને 1,44,014 થયો

સુરતમાં તહેવારો બાદ કોરોનાને માથું ઊંચકતો રોકવા પાલિકા દ્વારા આકરા પગલાં લેવામાં આવી રહ્યાં છે.શાળાઓ ખુલતાં વિદ્યાર્થીઓના ટેસ્ટિંગ વધારી દેવાયા છે. વેક્સિનેશનની સાથે ટેસ્ટિંગ વધારી દેવામાં આવ્યું છે. મંગળવારે વધુ 2 કેસ નોંધાતા કોરોના કેસનો આંકડો વધીને 1,44,014 થયો છે. મોલ, મલ્ટીપ્લેકસ, હોટલ-રેસ્ટોરન્ટ સાથે ગેમ ઝોન અને જીમમાં પણ રસી લીધી હોય તેને જ પ્રવેશ આપવાનો નિયમ લાગુ કરવામાં આવ્યો છે. આ સાથે જાહેર સ્થળો પર પણ વેક્સિન લીધી હોય તેને જ પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. બીજા ડોઝ માટે રસીકરણની પ્રક્રિયા તેજ કરવામાં આવી છે. આજે 182 સેન્ટર પર રસીકરણ ચાલી રહ્યું છે.

શહેર જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા 31 થઈ
શહેરમાં 2 અને જિલ્લામાં 0 કેસ સાથે શહેર જિલ્લામાં સોમવારે કોરોનાના વધુ 2 કેસ પોઝિટિવ નોંધાયા છે. આ સાથે શહેર અને જિલ્લામાં કોરોનાના પોઝિટિવ કેસની કુલ સંખ્યા 144014 થઈ ગઈ છે. શહેર અને જિલ્લામાં કોરોનાના એક પણ દર્દીનું મોત નિપજ્યું ન હતું. અત્યાર સુધીમાં શહેર જિલ્લામાં કોરોનાનો કુલ મૃતાંક 2116 થયો છે. આજે શહેરમાંથી 3 દર્દીઓ કોરોનાને માત આપી સાજા થતા તેમને રજા આપવામાં આવી હતી. અત્યાર સુધીમાં શહેર જિલ્લામાં 141867 દર્દીઓ કોરોનાને માત આપી સાજા થઈ ચુક્યા છે. હાલ શહેર જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા 31 થઈ છે.

રસીકરણની ઝડપી કામગીરી યથાવત
શહેરમાં પ્રથમ ડોઝ માટે 22 સેન્ટર પર જ જ્યારે 142 સેન્ટર પર બીજા ડોઝ માટે રસી અપાઈ રહી છે. જ્યારે 7 સેન્ટર પર એપાઈન્ટમેન્ટ લેનારાને રસી અપાઈ રહી છે. 2 સેન્ટર પર વિદેશ જનારા માટે ખાસ વેક્સિન અપાઈ રહી છે. જ્યારે 9 સેન્ટર પર કોવેક્સિન આપવામાં આવી રહી છે. આજે 182 જેટલા સેન્ટર પર રસીકરણ શરૂ કરવામાં આવ્યું છે.