તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સમસ્યા:પાલિકાએ 4 વર્ષમાં 2.20 કરોડનો દંડ કર્યો છતાં રખડતાં ઢોર ઠેરના ઠેર

સુરત22 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસ્વીર - Divya Bhaskar
ફાઈલ તસ્વીર
  • 22 હજારથી વધુ ઢોર પકડાયા, ઢોર માલિકો પાલિકાના સ્ટાફ પર હુમલા કરતા હોવાથી ફફડાટ, 125 FIR, 600થી વધુ ફરિયાદો

સ્માર્ટ સિટી સુરત રહેવા લાયક શહેરોમાં મોખરે હોવાના દાવા કરાઈ રહ્યા છે ત્યારે આ સ્માર્ટ સિટીની સમસ્યા પણ વિચિત્ર છે. રખડતાં ઢોર, કૂતરાંના ત્રાસની વ્યાપક ફરિયાદો ઊઠી રહી છે. પાલિકાએ છેલ્લા 4 વર્ષમાં 2.20 કરોડનો દંડ વસૂલી 22 હજારથી વધુ રખડતાં ઢોર પકડ્યા હોવા છતાં આ સમસ્યા ઠેરની ઠેર જ છે.

શનિવારની સામાન્ય સભામાં પાલિકાના ડેપ્યુટી કમિશનરે વિપક્ષ સભ્યના સવાલ સામે આંકડાકીય માહિતી રજૂ કરી હતી. રખડતાં ઢોરોની સમસ્યા દૂર કરવા જતાં તમામ ઝોનના દબાણ સ્ટાફ-ઢોર પાર્ટી પર હુમલાના પણ અનેક બનાવ બન્યા છે. છેલ્લા 4 વર્ષમાં 125 એફઆઇઆર અને 600થી વધુ એનસી વિવિધ પોલીસ સ્ટેશનોમાં નોંધાઈ હોવાની માહિતી છે.

છેલ્લા 4 વર્ષમાં પકડાયેલા રખડતાં ઢોર અને દંડ

વર્ષઢોરદંડ (લાખ)FIR
2017-18600056-
2018-1977608055
2019-2054384138
2020-21200830.9428

માર્ચ પછી 1168 ઢોર પકડાયા,12 લાખનો દંડ, 4 FIR, અત્યાર સુધી 600થી વધુ એનસી ફરિયાદ.

આ વિસ્તારોમાં વિકટ સ્થિતિ
વરાછા, સરથાણા, પુણાગામ, કાપોદ્રા, પૂણા-કુભારિયા, રાંદેર રોડ, એલ.પી. સવાણી, હનિપાર્ક, જહાંગીરપુરા, અડજણ, કતારગામ બાપા સીતારામ ચોક, વેડ-સીગણપોર રોડ, અઠવા, પીપલોદ-ડૂમસ રોડ, અલથાણ વગેરે.

અન્ય સમાચારો પણ છે...