32 કરોડના ખર્ચે સાકારિત સારોલી-ઓલપાડને જોડતો રેલવે ઓવરબ્રિજ 2 મહિનાથી તૈયાર હોવા છતાં લોકાર્પણ માટે ઉચ્ચ હોદ્દેદારોની એપોઇન્ટમેન્ટ મળી રહી ન હતી. લાંબા સમયથી હેરાન થતા લોકોએ બ્રિજનું જાતે જ ઉદ્ઘાટન કરવાની ચિમકી ઉચ્ચારતા હવે બ્રિજને રવિવારે મુખ્યમંત્રીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં ખુલ્લો મુકાશે. સાથે 38.97 કરોડના ખર્ચે સાકાર થયેલા કુલ 4 પ્રકલ્પ લોકાર્પિત કરાશે. કુલ 130.34 કરોડ રૂપિયાના 11 પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત પણ કરાશે.
11 પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત પણ કરાશે
રવિવારે 130.34 કરોડના ખર્ચે સૂચિત 11 પ્રોજેક્ટના નિર્માણને પણ લીલી ઝંડી બતાવાશે. જેમાં કતારગામમાં 70.69 કરોડના ખર્ચે ઓડિટોરિયમ, 5.97 કરોડના ખર્ચે ઉધનાના ચીકુવાડી 27 લાખ લીટરની ટાંકી બનાવાશે. 3.02 કરોડના ખર્ચે ઉધનામાં 13.50 લાખ લીટર ક્ષમતાની ઓવરહેડ ટાંકી, ટીપી સ્કીમ નં-62 ડીંડોલી-ભેસ્તાન-ભેદવાડ ખાતે વાંચનાલય અને પાલિકાના વિવિધ જળ વિતરણ મથક, હેલ્થ સેન્ટર, ઝોન ઓફિસ અને કચેરી બિલ્ડિંગ્ઝ પર 2 હજાર કિલોવૉટ ક્ષમતાના રૂફટોપ ગ્રિડ કનેક્ટેડ સોલાર પાવર પ્લાન્ટ સ્થાપવાના પ્રકલ્પનું પણ ખાતમુહૂર્ત કરાશે.
ડભોલીમાં 6.51 કરોડના ખર્ચે બનેલાં ફાયર સ્ટેશન અને સ્ટાફ ક્વાર્ટર્સ પણ ઉદ્ઘાટિત કરાશે. સ્મીમેરમાં કોમ્પ્યુટર લેબ ખાતે વિકાસ પ્રકલ્પ જ્યારે ભટારના ગોકુલ નગરમાં હયાત આંગણવાડીમાં માળ વધારાને પણ ઉપયોગ માટે ખુલ્લો મુકાશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.