તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • The Municipality Admitted In The General Meeting, Pressure On 98 Out Of 119 Main Roads, The Condition Of The Central Zone Is The Worst.

બેઠક:પાલિકાએ સામાન્ય સભામાં સ્વિકાર્યું, 119માંથી 98 મુખ્ય રસ્તાઓ પર દબાણ, સેન્ટ્રલ ઝોનની સ્થિતિ સૌથી વિકટ

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આપના કોર્પોરેટરે પૂછ્યું, શહેરના કેટલા ઝીરો દબાણ રોડ પર અતિક્રમણ છે? જવાબમાં ડે. કમિશનરની કબૂલાત
  • AAPના કોર્પોરેટરના ભાઇ સામે નોંધાયેલો બળાત્કારનો ગુનો તથા સિટીબસને અટકાવવાના મુદ્દા ગાજ્યા

પાલિકાની સામાન્ય સભામાં દબાણની સમસ્યાનો મુદ્દો ગાજ્યો હતો. વિપક્ષના સભ્ય મહેશ અણધણે પૂછ્યું કે, કયા ઝોનમાં કેટલા ઝીરો દબાણ રોડ છે? જવાબમાં મ્યુ.કમિશનરની અનઉપસ્થિતિમાં ડે.કમિશનર ઉપાધ્યાયે જણાવ્યું કે, સેન્ટ્ર્લ ઝોનમાં 33, કતારગામમાં 19, વરાછામાં 18, ઉધનામાં 12, અઠવામાં 11, રાંદેરમાં 11, વરાછા-બીમાં 15 મળી કુલ 119 ઝીરો દબાણ રોડ છે.

જેમાંથી 98 રોડ પર નાના-મોટા દબાણો છે, જેમાં સેન્ટ્રલ ઝોનમાં સૌથી વધુ છે. મેયર હેમાલી બોધાવાલા, કમિશનર બંછાનિધિ પાની સીએમના કાર્યક્રમમાં હોવાથી અનુપસ્થિત રહ્યા હતા. સભામાં આપના કોર્પોરેટર વાવલીયાના ભાઇ સામે બળાત્કારનો ગુનો નોંધાયો તે અને સિટી બસને અટકાવવાના મુદ્દા ગાજ્યા હતા. છેલ્લા બે કામ જ બાકી હતાં ત્યારે ભાજપના વિજય ચોમાલ સાથે આપના સભ્ય વચ્ચે જીભાજોડી થતાં સભા આટોપી લેવાઈ હતી.

2 બ્રિજ, વધુ કૃત્રિમ તળાવ બનાવવા માંગ
ભાજપના સોમનાથ મરાઠેએ ગણેશ વિસર્જન માટે 19 તળાવોમાં વધારો કરવા સૂચન કર્યું હતું. સાથે ઉધના જીવનજ્યોતથી અરીહંત માર્કેટ અને બાટલીબોય સુધી બે ફ્લાયઓવરબ્રિજ બનાવવા પણ માંગણી કરી હતી.

મહાપાલિકા વધુ એકવાર પોલીસ છાવણીમાં ફેરવાઈ
શિક્ષણ સમિતિના તોફાન બાદ શુક્રવારની સભા માટે પણ પોલીસનો ખડકી દેવાયો હતો. મુલાકાતીઓને પણ અટકાવાયા હતાં. કર્મચારીઓથી લઈ મીડિયાને પણ આઇકાર્ડ માંગી જ પ્રવેશ આપવાની કડક વ્યવસ્થા હતી. બેરીકેટો પણ મુકી લોકોને મેટલ ડિટેક્ટરમાંથી પસાર કરવામાં આવ્યા હતા.

‘ચીફ સિક્યોરિટી ઓફિસર ભાજપનો ખેસ પહેરી લે’
સામાન્ય સભા વખતે પોલીસ બંદોબસ્ત મંગાવી લઈ ચુસ્ત તપાસ કરાતી હોવાથી તેમજ પૂર્વ કોર્પોરેટર દિનેશ કાછડીયાને પ્રવેશ ન અપાતાં સભા પૂર્વે મુખ્ય ગેટ પર આપના કોર્પોરેટરોએ ચીફ સિક્યોરિટી ઓફિસરને તતડાવી કહ્યું કે, ‘તમે દર વખતે પોલીસ ખડકી પરેશાન કરો છો. તેના કરતાં ભાજપનો ખેસ પહેરી લો’

અન્ય સમાચારો પણ છે...