તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શરદી-ખાંસીના કેસ વધ્યા:પાલિકાની સર્વેલન્સ ટીમ દરરોજ બે લાખથી વધુ ઘરોનું સરવે કરી રહી છે

સુરત4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ARI વધવાની સાથે પોઝિટિવ પણ મળ્યા

પાલિકાની સર્વેલન્સ ટીમ ઘરે-ઘરે જઇ સરવે કરી રહી છે. સર્વેલન્સમાં પોઝિટિવની સાથે એઆરઆઇ (એક્યુટ રેસપેરટરી ઇન્ફેક્શન)ના કેસ પણ મોટી સંખ્યામાં મળી રહ્યા છે. એઆરઆઇના કેસમાં દર્દીને શરદી, ખાંસી અને શરીરમાં દુ:ખાવો જેવા લક્ષણો જોવા મળી રહ્યા છે. પાલિકાનું કહેવું છેકે વધારેમાં વધારે એઆરઆઇ કેસ સુધી પહોંચી ચેપની વહેલી તકે ઓળખ કરવામાં આવી રહી છે. નવેમ્બરના પહેલાં દિવસે 2 લાખ 17 હજાર 400 ઘરોનો સરવે કરવામાં આવ્યો હતો. જેમાં એઆરઆઇના 1509 કેસ મળ્યા હતા. જેમાં 43 લોગો ચેપગ્રસ્ત હતા. એક મહિના પછી 3 ડિસેમ્બરે 1 લાખ 89 હજાર 383 ઘરોના સરવે કરવામાં આવ્યા હતા જેમાં એઆરઆઇના 1997 કેસ મળ્યા હતા. જેમાં 77 કેસ પોઝિટિવ કેસ મળ્યા હતા.

25 નવે. સૌથી વધારે 96 પોઝિટિવ મળ્યા હતા
10 નવેમ્બરે સૌથી વધારે 2 લાખ 30 હજાર 752 ઘરોનો સરવે કરવામાં આવ્યો હતો. 17 નવેમ્બરે સૌથી ઓછા 1 લાખ 67 હજાર 144 ઘરોનો સરવે કરવામાં આવ્યો હતો. 27 નવેમ્બરે સૌથી વધારે 2 હજાર 85 એઆરઆઇના કેસ સામે આવ્યા હતા. 3 નવેમ્બરે સૌથી ઓછા 1 હજાર 44 કેસ સામે આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો