તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હુમલો:પાલિકાના ડ્રેનેજના એન્જીનિયરે જૂની અદાવતમાં યુવકને હોકીથી માર માર્યો

સુરત18 દિવસ પહેલા
  • કૉપી લિંક

સુરત મહાનગર પાલિકાના ડ્રેનેજ વિભાગમાં ફરજ બજાવતા એન્જીનિયરે જૂની અદાવતમાં એક યુવકની ઓફિસમાં ઘુસી તોડફોડ કરી હોકીથી માર માર્યો હતો. આ અંગે નરેશ વાગડીયાએ ઉમરા પોલીસમાં ફરિયાદ આપી છે. જેના આધારે પોલીસે ડ્રેનેજ વિભાગમાં ફરજ બજાવતા એન્જીનિયર રાહુલ સોમા પટેલ (32) (રહે, સાંઇહોમ એપાર્ટ, અલથાણ)ની સામે ગુનો નોંધી ધરપકડની કાર્યવાહી કરી છે.

વધુમાં પોલીસે જણાવ્યું કે, અડાજણમાં ભૂમિ પૂજ્ય રેસિડેન્સીમાં રહેતા અને પ્રિન્ટિંગ પ્રેસનું કામકાજ કરતા નરેશ પાંચા વાગડીયા શુકવારે બપોરે વેસુ હાઇસ્ટ્રીટ બિલ્ડિંગમાં પોતાની ઓફિસે બેઠા હતા. દરમિયાન રાહુલ પટેલ હોકી લઈ ચેમ્બરમાં ઘુસી ગયો હતો અને તોડફોડ કરી તેને મારવા લાગ્યો હતો. અગાઉ રાહુલે અડાજણ પોલીસમાં નરેશ વાગડીયા સામે ગુનો નોંધાવ્યો હતો. ત્યાર પછી નરેશે રાહુલ વિરૂધ્ધમાં અરજી આપી જેને લઈને મામલો ગરમાર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...