તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:ચોકમાં જાહેર રસ્તાની જગ્યાના મહાપાલિકાએ વેરાબિલ મોકલ્યાં

સુરત8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જૂની સિવિલ પાછળ 10 વર્ષ પહેલા ડિમોલિશન થયું હતું

10 વર્ષ પહેલાં ઝીરો સ્લમ યોજના હેઠળ સેન્ટ્રલ ઝોનના વોર્ડ નં-1 સ્થિત જૂની સિવિલ પાછળ કાચા-પાકા મકાનોનું ડિમોલીશન થયું હતું. આ જગ્યા ઉપર હવે હયાત રોડ છે છતાં તુટી ગયેલાં મકાનોના વેરા બિલ આવતાં અચરજ ફેલાઇ છે. બિલ ઇસ્યુ કરવા આવેલાં કર્મીઓ મિલકત અને મિલકતદારોને શોધતાં હતાં ત્યારે પાડોશમાં રહેતાં લોકોએ પાલિકા કર્મીઓનું આ મામલે ધ્યાન દોર્યું હતું. કોસાડ આવાસમાં રહેતાં જયેશભાઇએ કહ્યું કે, તેમનું મકાન આશરે 10 વર્ષ પહેલાં થયેલાં ડિમોલીશનમાં તોડી પડાયું હતું. આ મકાનોની જગ્યા ઉપર હવે ડામર રોડ છે. જૂનું મકાન વિકાસ કામના લીધે ગુમાવી દેવાયાં બાદ કોસાડમાં મળેલાં રૂમમાં રહીએ છીએ અને સમયસર વેરો પણ ભરીએ છીએ.

પાલિકાના સેન્ટ્રલ ઝોનના આકારાણી વિભાગના વોર્ડ નં-1ના અધિકારી આર. એન. શેખ સાથે થયેલી વાતચીતમાં કહ્યું કે, ડિમોલીશન થઇ ગયેલી ઝૂંપડપટ્ટીના મકાનોના બદલામાં તમામ મિલકતદારોને કોસાડમાં આવાસની સુવિધા અપાઇ હતી. જોકે ઘણા મિલકતદારોએ જૂના મકાનના વેરા ભર્યાં ન હોવાથી તે બિલ કોસાડમાં મળેલાં આવાસના બિલમાં તબદીલ કરી દેવાયાં હતાં. તે પછી પણ કેટલાક બાકી મિલકતદારો કોસાડમાં મળ્યાં નથી. હવે તે સ્થળ ઉપર પણ મળતાં ન હોવાથી આવા બિલની યાદી બનાવી જાણ કરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...