કોરોનાની બીજી લહેર:PA કોરોના પોઝિટિવ આવતા પાલિકા કમિશનરે ટેસ્ટ કરાવ્યો

સુરત4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોરોનાના વધુ 78 કેસ, 2 મોત, 205 સાજા થયા
  • શહેર-જિલ્લામાં એક્ટિવ કેસ ઘટીને1942 થયા

પાલિકા કમિશનર બંછાનિધિ પાનીના પ્રિન્સિપલ પ્રાઈવેટ સેક્રેટરી (પીએ) ઝવેર પટેલ કોરોના પોઝિટિવ આવ્યાં છે. તેમને લક્ષણો નથી જણાયા પરંતુ આરટીપીસીઆર ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. પાલિકામાં તેમના સંપર્કમાં આવેલા સંખ્યાબંધ અધિકારીઓ, કર્મચારીઓ ટેસ્ટ કરાવી રહ્યાં છે. ખાસ કરીને કમિશનર પાનીએ પણ પોતાનો ટેસ્ટ કરાવ્યો છે.

શહેર જિલ્લામાં કોરોનાના પોઝિટિવ કેસમાં સતત ઘટાડા અને સાજા થનારા દર્દીઓની સંખ્યા વધુ રહેતા એક્ટિવ કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. 87 દિવસ બાદ શહેર જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા 2 હજારથી નીચે પહોંચી છે. સોમવારે એક્ટિવ કેસની સંખ્યા ઘટી 1942 થઈ છે. સોમવારે શહેરમાં 54 અને જિલ્લામાં 24 કેસ સાથે કોરોનાના વધુ 78 કેસ પોઝિટિવ નોંધાયા છે. શહેરમાં 1 અને જિલ્લામાં 1 મળી વધુ 2 મોત થયા છે. શહેરમાંથી 101 અને જિલ્લામાંથી 104 દર્દીઓ મળી 205 દર્દીઓ કોરોનાને માત આપી સાજા થતા તેમને રજા આપવામાં આવી છે. અત્યાર સુધીમાં શહેર જિલ્લામાં 138636 દર્દીઓ કોરોનાને માત આપી સાજા થઈ ચુક્યા છે.

અન્ય સમાચારો પણ છે...