સુરત:કોરોનાની સારવાર માટેના ઈન્જેક્શનોની અછત મામલે ભાજપના સાંસદે આરોગ્ય કમિશનરને પત્ર લખ્યો

સુરત2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સાંસદ સીઆર પાટીલ(ફાઈલ તસવીર)એ કોરોનાની સારવાર માટેના ઈન્જેક્શન માટે પત્ર લખ્યો છે. - Divya Bhaskar
સાંસદ સીઆર પાટીલ(ફાઈલ તસવીર)એ કોરોનાની સારવાર માટેના ઈન્જેક્શન માટે પત્ર લખ્યો છે.
  • સાંસદ સી.આર.પાટીલે આરોગ્ય કમિશનરને પત્ર લખ્યો
  • સુરતની સ્થિતિને ધ્યાનમાં રાખી ઈન્જેક્શનની માંગ કરી

શહેરમાં કોરોના પોઝિટિવ કેસ દિવસે ને દિવસે વધી રહ્યાં છે ત્યારે કોરોનાની સારવારમાં ઉપયોગમાં લેવાતા ઈન્જેક્શનોનો જથ્થો ખલાસ થઈ ગયો હોવાની ફરિયાદ છેલ્લા થોડા સમયથી ઉઠી રહી છે. જેથી શહેરમાં દર્દીઓની વધતી સંખ્યાને ધ્યાને રાખીને કોરોનાની સારવારમાં વપરાતા ઈન્જેક્શન ટોસિલિઝુમેબ(Tocillizomb(Actemra) 400mg. અને ઈન્જેક્શન રેમેડીસીવીર(Remedesivir-100 mg.ની અછતને પહોંચી વળવા નવસારી સાંસદ સીઆર પાટીલે આરોગ્ય કમિશનરને પત્ર લખ્યો છે.

તાત્કાલિક ઈન્જેક્શનનો જથ્થો આપવા માંગ
નવસારી સાંસદ સી.આર. પાટીલે આરોગ્ય કમિશનર જયપ્રકાશ શિવહરેને પત્ર લખ્યો છે. ટોચ અગ્રિતાક્રમમાં લખાયેલા પત્રમાં સાંસદે ઈન્જેક્શના જથ્થાની તીવ્ર અછત ઉભી થઈ હોવાથી સામાજિક કાર્યકરો અને એનજીઓ ખૂબ ચિંતાતૂર હોવાનું જણાવી લખ્યું છે કે, ટેલિફોનિક વાતચીત મુજબ સુરત ખાતે સ્પેશયલ કેસમાં સુરત શહેરની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ઈન્જેક્શનનો જથ્થો મોટા પ્રમાણમાં સુરત-નવસારીની હોસ્પિટલ ખાતે તાત્કાલિક પહોંચાડવા ભલામણ કરવામાં આવી છે.