તપાસ:70 હોસ્પિટલની 1000 પ્રસૂતાના ડેટા ચકાસ્યા બાદ નવજાતની માતા મળી

સુરત4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કુંવારી દીકરીએ નવજાતને જન્મ આપતા માતા-પિતાએ દોહિત્રીને ત્યજી હતી
  • સાઇકલ પર નવજાતને લઇ જતી હોવાના સીસીટીવી મળ્યા, કુલ 30 ફૂટેજ તપાસ્યા બાદ પોલીસ સાઇકલના આધારે આરોપી સુધી પહોંચી

ભેસ્તાન ગાર્ડન પાસે 5 દિવસ પહેલા મળી આવેલી નવજાત બાળકીની માતાને પોલીસે શોધી કાઢી છે. 19 વર્ષની કુંવારી દીકરીએ બાળકીને જન્મ આપતા આ યુવતીના માતાપિતાએ દોહિત્રીને ત્યજી દીધી હતી. આરોપીઓને શોધવા પોલીસે 70 હોસ્પિટલના 1000થી વધુ પ્રસૂતાઓના ડેટા ચકાસ્યા હતા અને 30 સીસીટીવી ફૂટેજ જોઈ આરોપીની સોસાયટી સુધી પહોંચી હતી.

આરોપી દંપતિની 19 વર્ષીય દીકરી એક યુવક સાથે પ્રેમ પડી હતી. યુવકે યુવતી જોડે લગ્ન પહેલા શારીરિક સંબંધ બાંધી તેને ગર્ભવતી બનાવી દીધી હતી. તેણીએ સિવિલ હોસ્પિટલમાં બાળકીને જન્મ આપ્યો હતો. પુત્રીના લગ્ન બાકી હોય જેના કારણે સમાજમાં બદનામી થાય તેમ હોઈ દંપતિ સાયકલ પર 2 માસની બાળકીને ચાદરમાં વિંટાળી ગાર્ડન પાસે મુકી નાસી ગયા હતા. આ ઘટનામાં પાંડેસરા પોલીસે મનોજ છોટેલાલ શાહુ(31) અને આશા મનોજ શાહુ(42)(બન્ને રહે,શ્રીરામનગર,વડોદગામ,મૂળ રહે,યુપી)નીધરપકડ કરી છે.

પોલીસે જણાવ્યું કે આશાના મનોજ સાથે બીજા લગ્ન છે. જયારે 19 વર્ષીય પુત્રી પહેલા પતિની છે. મનોજ સિક્યુરિટી ગાર્ડમાં નોકરી કરે છે. આ ગુનો ઉકેલવા માટે પાંડેસરા પોલીસે 7 ટીમો બનાવી હતી. જેમાં 70 હોસ્પિટલોમાં પોલીસે 1 હજારથી વધુ બાળકીઓનો જન્મનો ડેટા તપાસ્યો હતો.

અન્ય ટીમે સીસીટીવી તેમજ બાતમીદારોની મદદ લઈ તપાસ કરી હતી. જેમાં પોલીસે ભેસ્તાન ગાર્ડન પાસે 7મી તારીખની વહેલી સવારના સીસીટીવી કેમેરામાં વાહનોની ચેકિંગ કરી હતી, જેમાં સાયકલને ટ્રેક કરી વડોદની સોસાયટી સુધી પહોંચ્યા હતા. પછી વડોદની સોસાયટીમાં બાળકીનો જન્મ થયો હોય તેનો પાલિકામાં ડેટા ચેક કરાવ્યો હતો, જેમાં આખરે દંપતિનો ભાંડો ફુટી ગયો હતો.

અન્ય સમાચારો પણ છે...