હુકુમ:છૂટા થયેલી દંપતીની 2 દીકરીનો કબજો માતાને મળ્યો

સુરત23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નાનપુરા રહેતા દંપતીનો કિસ્સો
  • પિતાએ બીજા લગ્ન કરતા ત્રાસ વધી ગયો હતો

લગ્ન બાદ મતભેદ વધતા છુટા થયેલાં એક દંપતીના કેસમાં બે દીકરીઓનો કબજો પિતાએ રાખ્યો હતો, પરંતુ પિતાએ બીજા લગ્ન કરતા સાવકી માતા સહિતના પરિજનોએ દીકરીઓની યોગ્ય દેખરેખ નહીં રાખતા તેઓ માતા પાસે રહેવા આવી ગઈ હતી અને માતાએ એડવોકેટ પ્રીતિ જોષી મારફત કોર્ટમાં અરજી કરી હતી, જે દલીલો બાદ કોર્ટે મંજૂર કરી હતી. કેસની વિગત મુજબ નાનપુરા ખાતે રહેતા સમીરના લગ્ન અંકિતા સાથે થયા હતા. લગ્ન જીવન દરમિયાન દંપતીને બે બાળકીઓ અવતરી હતી. પરંતુ અને પત્ની વચ્ચે સામાન્ય બાબતોએ પણ ઝઘડો થતો રહેતો હતો જે વાત છુટાછેડા સુધી પહોંચી ગઇ હતી.

છુટાછેડા થયા બાદ પત્નીને બાળકીઓને મળવા અંગેના વિઝિટિંગ હક્ક મળ્યા હતા. પરંતુ બાદમાં પતિ આ હકથી ફરી ગયા હતા. બીજી તરફ દીકરીઓનું પણ યોગ્ય રીતે ધ્યાન રાખવામાં આવતું ન હતું. દરમિયાન પતિએ બીજા લગ્ન કરી લીધા અને સાવકી માતા પણ ધ્યાન આપતી ન હતી. જેથી બાળકીઓની પરીક્ષાનું પરિણામ પણ સારું આવ્યું ન હતું. ત્રાસ વધતા બંને દીકરી માતાને ઘરે આવી ગઈ હતી અને પિતાની પાસે જવાથી ઇનકાર કરી દીધો હતો.

અન્ય સમાચારો પણ છે...