તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મક્કમ મનોબળ:માતા અને નવજાત શિશુએ સાત દિવસમાં કોરોનાને મ્હાત આપી

સુરત3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પ્રસૂતિનાં 3 દિવસ સુધી માતા-શિશુને તાવ આવ્યો હતો

નવસારીમાં પ્રસુતિ બાદ કોરોના પોઝિટિવ આવતા સુરત સિવિલમાં રીફર કરાયેલા માતા અને નવજાત શિશુએ 9 દિવસની સારવાર બાદ કોરોનાને માત આપી છે. બાળ રોગ વિભાગના હેડ ડો. વિજય શાહે જણાવ્યું હતું કે, 28મી એપ્રિલે નવસારીના અંબાળા CHC સેન્ટર ખાતે સુમિત્રા હળપતિની ડિલિવરી થયાના 3 દિવસ બાદ નવજાત જન્મેલ બાળક અને માતાને તાવ આવતા રિપોર્ટ કરાવ્યો. 30મી એપ્રિલે રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. બાળકનું ઓક્સિજન લેવલ 90 ટકા સુધી જ રહેતું હોવાથી 2 મેએ સુરતની સિવિલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

બાળકને NICU કોવિડ વોર્ડમાં શિફ્ટ કરી સારવાર શરૂ કરી અને માતા પોઝિટિવ હોવાથી J1 વોર્ડમાં દાખલ કરી ટ્રીટમેન્ટ શરૂ કરી. બાળકને ઓક્સિજન સપોર્ટ તેમજ ઇન્જેક્શન આપ્યા હતાં. બાળક ઓક્સિજન પર હતું ત્યારે ફિડીંગ ટ્યૂબ દ્વારા માતાનું ધાવણ આપવામાં આવતું હતું. 7 દિવસની સારવાર મળતા માતા અને બાળક સંપૂર્ણ સ્વસ્થ થતા 8મી મેના રોજ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા.

માતાનું ધાવણ નવજાત શિશુનું પહેલું વેક્સિનેશન
સિવિલના NICU વોર્ડનાં ફરજ બજાવતા ડો. સુજીત ચૌધરીએ જણાવ્યું કે, માતાનું ધાવણ અમૃત સમાન હોય છે અને તેને નવજાત શિશુનું પહેલું વેક્સિનેશન માનવામાં આવે છે. બાળકની ઇમ્યુનિટી અને રોગપ્રતિકારક શક્તિ વધે છે.

અન્ય સમાચારો પણ છે...