પાલિકાની કામગીરી:આંજણામાં સ્થાનિકોના વિરોધ વચ્ચે મસ્જિદનું ડિમોલિશન થયું

સુરત11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સલાબતપુરા પોલીસના બંદોબસ્ત સાથે રેલવેએ મસ્જિદ તોડી
  • પાલિકાની હદની માત્ર એક દીવાલ તોડવાની બાકી રહી ગઈ

આંજણા સ્થિત રઘુકુળ માર્કેટ પાસે મગદુમ નગરમાં આવેલી મોહંમદી મસ્જિદનું રેલવે દ્વારા ગુરુવારે પોલીસના ચુસ્ત બંદોબસ્ત હેઠળ ડિમોલીશન કરવામાં આવ્યું હતું.

રેલ્વેએ આંજણાના રઘુકુલ માર્કેટ પાસે મગદુમનગર સ્થિત મોહમ્મદી મસ્જિદ પર બુલડોઝર ચલાવીને બાંધકામનો નાશ કર્યો હતો. જોકે, સુરત મહાનગરપાલિકાની હદમાં આવતી મસ્જિદની દિવાલનો એક ભાગ રેલવેએ બાકી રાખ્યો હતો.

રેલવે દ્વારા ટ્રેક આસપાસની ગેરકાયદેસર વસાહતો દૂર કરવાની કામગીરી કરવામાં આવી રહી છે, જે અંતર્ગત તારીખ 5 જાન્યુઆરીએ રેલ્વેએ આંજણા અને અન્ય વિસ્તારોમાં રેલ્વે ટ્રેકની બંને બાજુઓ પર ગેરકાયદેસર બનેલી ઝૂંપડપટ્ટીઓ પર મોટા પાયે બુલડોઝર ચલાવીને ગેરકાયદેસર બાંધકામો દૂર કર્યા હતા. રઘુકુલ માર્કેટની બાજુમાં મગદુમનગર ઝૂંપડપટ્ટીમાં ગેરકાયદેસર રીતે બનાવેલી દુકાનો દૂર કરવામાં આવી હતી. તે સમયે આ દુકાનોની પાછળ આવેલી મોહમ્મદી મસ્જિદ છોડી દેવામાં આવી હતી.

ગત બુધવારે રાત્રે મસ્જિદના ટ્રસ્ટીઓને તોડી પાડવાની જાણ કરવામાં આવી હતી. ગુરુવારે સવારે આઠ વાગ્યે સલાબપુરા પોલીસ સાથે રેલવેનો વહીવટી સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયો હતો. મસ્જિદના ટ્રસ્ટીઓ સહિત કેટલાક લોકો પણ સ્થળ પર એકઠા થયા હતા. કાર્યવાહીનો વિરોધ કરી મસ્જિદ નહીં તોડવા માટે વિનંતી કરી હતી. જોકે થોડી જ મીનિટોમાં બુલડોઝરોએ મસ્જિદનું બાંધકામ તોડી પાડ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...