તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હવામાન:દક્ષિણ-પશ્ચિમી પવનો સક્રિય થવાથી 11થી13 જૂન વચ્ચે ચોમાસું બેસી શકે

સુરત8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સાઉથ-વેસ્ટ મોન્સૂન મહારાષ્ટ્રના અલીબાગ પહોંચ્યું
  • 10મીએ બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય થશે

સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં 11થી 13 જૂન દરમિયાન ચોમાસું વિધિવત બેસે એવી સંભાવના છે. હવામાન શાસ્ત્રી દેવચરણ દુબેએ જણાવ્યું કે, સાઉથ-વેસ્ટ મોન્સૂન હાલમાં મહારાષ્ટ્રના અલીબાગ ખાતે પહોંચ્યું છે. આગામી બે દિવસમાં મુંબઇ તરફ ચોમાસું પહોંચશે અને ત્યારબાદ દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી થશે. 10 જૂન દરમિયાન બંગાળની ખાડીમાં એક લો પ્રેશર સિસ્ટમ સક્રિય થશે.

આ સિસ્ટમના કારણે છત્તીસગઢ, ઓરિસ્સા, મધ્યપ્રદેશ થઇ ગુજરાતમાં વરસાદ થશે. સાઉથ-વેસ્ટ મોન્સૂન અને બંગાળની ખાડીની લો પ્રેશર સિસ્ટમથી અરબી સમુદ્ર ઉપર 10 જૂન બાદ દક્ષિણ પશ્ચિમી પવનો વધુ સક્રિય થશે. જેથી 11થી 13 દરમિયાન સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ થવાની શક્યતા છે. આ સમયગાળા દરમિયાન ચોમાસું ઓનસેટ થવાની શક્યતા પ્રબળ છે.

સવારે કેટલાક વિસ્તારમાં ઝાપટા બાદ ઉઘાડ
શહેરમાં સતત ત્રીજા દિવસે કેટલાક વિસ્તારમાં ઝાપટાં પડ્યા હતા. લિંબાયતમાં 6 મીમી, ઉધનામાં 2 મીમી અને વરાછા-એમાં 7 મીમી વરસાદ પડ્યો હતો. કોઝવેનું લેવલ 5.01 મીટર અને ઉકાઇ ડેમની સપાટી 316 ફૂટ છે. કેનાલમાં 7030 ક્યુસેક પાણી ડિસ્ચાર્જ કરાઈ રહ્યું છે. શહેરનું મહત્તમ તાપમાન ગઇકાલની સરખામણીમાં 1 ડિગ્રી ઘટી 32 ડિગ્રી થયું છે. જ્યારે લઘુત્તમ તાપમાન 28.5 ડિગ્રી નોંધાયું હતું. સવારે ભેજનું પ્રમાણ 73 ટકા અને સાંજે 71 ટકા હતું. સાઉથ-વેસ્ટ દિશાથી 8 કિ.મીની ગતિએ પવનો ફૂંકાઇ રહ્યા છે. આગામી બે દિવસ છૂટોછવાયો વરસાદ થવાની સંભાવના છે.

અન્ય સમાચારો પણ છે...