MLAના ડ્રાઇવરનો આડોજવાબ:કઠોદરાની મહિલાઓ સ્કૂલમાં સુવિધાની રજૂઆત માટે ગઈ ત્યારે ડ્રાઈવરે કહ્યું ,‘આ મહિલાઓ ચાર્જ થઈને આવી છે’

સુરત14 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • મહિલાઓએ ડ્રાયવર સાથે ઝપાઝપી કરી તમાચા મારી દીધા

કઠોદરા ગામમાં આવેલી પ્રાથમિક સ્કૂલમાં રૂમ વધારવા માટે ધારાસભ્ય વી.ડી.ઝાલાવડિયાને રજુઆત કરવા ગયેલા વાલીઓ સાથેે ધારાસભ્યના ડ્રાયવરે અસભ્ય વર્તન કરતા ડ્રાયવર સાથે ઝપાઝપી કરી હતી. ડ્રાયવરે મહિલા આગેવાન વિરુદ્ધ સરથાણા પોલીસ સ્ટેશનમાં અરજી આપી છે. બીજી તરફ મહિલાઓ પોલીસ સ્ટેશનમાં જ ધરણાં પર બેસી હતી. સરથાણા પાસે કઠોદરા ગામની પ્રાથમિક સ્કુલમાં 5 રૂમ છે અને 660 વિદ્યાર્થી છે અને પ્રાથમિક સુવિધાનો અભાવ છે. જેથી તા.31 મીએ રાત્રે વાલી અગ્રણી રિંકલ પોશીયા સાથે ધારાસભ્ય વી.ડી.ઝાલાવડિયાની ઓફિસે ગયા હતા.

ત્યારે ધારાસભ્યના ડ્રાયવર પ્રવિણ રાજપૂતે મહિલાઓને કહ્યું,તેઓ ચાર્જ થઈને આવ્યા છે. તેથી મહિલાઓ ઉશ્કેરાયા હતા. અમે કંઈ દારૂ પીને નથી આવ્યા તમારે મેડિકલ ચેક અપ કરાવવું હોય તો કરાવો કહી મહિલાઓએ ડ્રાયવરને તમાચા માર્યા હતા. ડ્રાયવરે સરથાણા પોલીસમાં રિંકલ વિરુદ્ધ અરજી આપી હતી.સોમવારે કઠોદરાની મહિલાઓ અને બાળકો પોલીસ સ્ટેશને ધરણાં પર ઉતર્યા હતા.રિંકલ પોશીયાએ કહ્યું, ધારાસભ્યને કહ્યું કે, નવી સ્કૂલ બંધાવી આપો ત્યારે ધારાસભ્યએ કહ્યું, આ મારી જવાબદારીમાં નથી આવતું. ત્યારે ધારાસભ્યનો ડ્રાયવર એવું બોલ્યો કે આ બધા ચાર્જ થઈને આવ્યા છે. તેથી ઝપાઝપી થઈ હતી.

મારાે ડ્રાઈવર એવું બોલ્યો જ નથી, છતાં માર્યો
ધારાસભ્ય વી.ડી.ઝાલાવડિયાએ કહ્યું કે, વાલીઓ રજૂઆત કરવા આવ્યા હતા. મે તેમની રજૂઆત સાંભળીને ઘટતું કરવા આશ્વાસન આપ્યું છે. મારા ડ્રાઈવરે એવું કહ્યું જ નથી કે દારૂ પીધો છે. છતાં મારા ડ્રાઈવરને માર્યો છે.

અન્ય સમાચારો પણ છે...