તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સુરત સહિત આખા ગુજરાતમાં કોરોના વધતા કેસોને લઈ મજૂરાના ધારાસભ્યએ માત્ર 48 કલાકમાં જ ફરી 100 બેડની હોસ્પિટલ એટલે કે અટલ સંવેદના કોવિડ કેસ સેન્ટર તાબડતોડ ઊભું કરી આજે દર્દીઓ માટે ખુલ્લી મૂકવાની તૈયારીઓ કરી છે. ધારાસભ્ય હર્ષ સંઘવીના આ ઉમદા કાર્યમાં તેમના 100થી વધુ મિત્રો સહભાગી બન્યા છે. એટલું જ નહીં, આગામી 72 કલાકમાં શહેરના નાગરિકો માટે 200 બેડનું સેન્ટર શરૂ કરવાના સંકલ્પ સાથે નિર્માણકાર્યને આગળ વધારી રહ્યા હોવાનું જણાવ્યું છે, સાથે સાથે રેમડેસિવિર ઇન્જેક્શન એમડી ડોક્ટરની એડવાઇઝથી ફ્રીમાં આપવામાં આવશે એવું તેમણે જણાવ્યું છે.
પોઝિટિવ દર્દી સારવારને લઈને અટવાય નહીં એ બીડું ઉપાડ્યું
હર્ષ સંધવીએ જણાવ્યું હતું કે હું નહીં, તમામ સુરતીઓ જાણે છે કે આજે ખાનગી હોસ્પિટલમાં હાઉસફુલનાં બોર્ડ લાગી ગયાં છે. 108ને ગેટ પર જ અટકાવી દેવાય છે. કોરોનાનો દર્દી હોવાનું કહેતાં જ સિવિલ લઈ જવાનું કહી દેવાય છે. આવા કપરા સમયમાં એક લોકપ્રતિનિધિ તરીકે મારી જવાબદારી બને છે, જેને લઈ એકપણ કોરોના પોઝિટિવ દર્દી સારવારને લઈને અટવાય નહીં એ બીડું ઉપાડ્યું છે. મને વિશ્વાસ છે મારા આ કાર્યમાં તમામ સહભાગી થશે.
100 બેડ સંપૂર્ણ ઓક્સિજન લાઈન સાથે તૈયાર
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે માત્ર 12 કલાકમાં સૌ કાર્યકર્તા, મિત્રો અને કોર્પોરેટરને મદદની પુકાર લગાડતા દોડી આવ્યા હતા. તાત્કાલિક કોવિડ કેર સેન્ટર નિર્માણકાર્યમાં જોડાઈ ગયા હતા. આજે સાંજ સુધી 100 બેડ સંપૂર્ણ ઓક્સિજન લાઈન સાથે તૈયાર કરી ખુલ્લી મૂકવાની આશા છે અને ગુરુવાર સાંજ સુધી 200 બેડ તૈયાર કરી દેવાનો સંકલ્પ લીધો છે. લગભગ આજથી કોરોના પોઝિટિવ દર્દીઓને દાખલ કરવાનું ચાલુ કરીશું.
સેવાકીય કામગીરીને સફળ બનાવી
ટોટલ 72 લોકોની મદદથી જ 12 કલાક મેડિકલ ટીમ ઊભી કરી આ સેવાકીય કામગીરીને સફળ બનાવાય છે. વધુમાં તેમણે કહ્યું હતું કે આરોગ્ય કમિશનરની મજૂરી બાદ રેમડેસિવિર ઇન્જેક્શન એમડી ડોક્ટરની એડવાઇઝથી ફ્રીમાં આપવામાં આવશે.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.