તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પોલીસની સરાહનીય કામગીરી:પાંડેસરાના ગુમ ભાઇ-બહેનને 100 પોલીસે 3 કલાકમાં શોધ્યા

સુરત3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ગુમ થયા બાદ મળી આવેલા બાળકો. - Divya Bhaskar
ગુમ થયા બાદ મળી આવેલા બાળકો.
  • શોધવામાં મદદરૂપ થનારી મહિલા-યુવકને પોલીસે ઇનામ આપ્યું

સોમવારે પાંડેસરાના જયકૃષ્ણ નગરમાંથી બપોર બાદ ગુમ થયેલાં ભાઇ-બહેનને પોલીસે 100 જવાનોની ટીમ બનાવીને 25થી વધુ સીસીટીવી ચકાસીને 3 કલાકની મહેનતના અંતે સહીસલામત શોધી કાઢ્યા હતા. 4 વર્ષીય છોકરા અને 6 વર્ષીય બાળકીને શોધવામાં મદદ કરનારી મહિલા અને યુવકને પોલીસે રોકડ ઇનામ પણ આપ્યું હતું.

ઘટના બાબતે એસીપી જે.કે.પંડ્યાએ જણાવ્યું હતું કે પાંડેસરામાં તેરે નામ રોડ પર જયકૃષ્ણ નગરમાં રહેતા રમેશ બાબુલાલ વિશ્વકર્મા વેસુમાં સલુનમાં કામ કરે છે. જેને સંતાનમાં ત્રણ પુત્ર અને એક પુત્રી છે. 4 વર્ષનો નીલ અને 6 વર્ષિય નેન્સી સોમવારે બપોરે ગુમ થઈ ગયા હતા. શોધખોળ કરવા છતાં તે ન મળતા પરિવારે પાંડેસરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી હતી. પીઆઇ એ.પી.ચૌધરીએ પાંડેસરા ઉપરાંત સચિન અને સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનના મળીને 100 પોલીસ જવાનોની અલગ-અલગ ટીમો બનાવી હતી.

આખા વિસ્તારમાં શોધી હતી. ટીમોએ 25થી વધુ સીસીટીવીના ફુટેજ ચેક કર્યા હતા. નીલ સાંજે કૈલાસ ચોકડી પાસે એક ખાણી-પીણીની લારી પર હોવાની માહિતી મળતા પોલીસે તેનો કબજો લીધો હતો. 6 વર્ષીય નેન્સી ન મળતા પોલીસે નજીકના વિસ્તારના વધુ સીસી ફુટેજ ચેક કર્યા હતા. નેન્સી અલથાણ તરફ જતી દેખાઈ હતી. અલથાણ બ્રિજ ક્રોસ કરીને નેન્સી દુર્ગાબેન પવાર નામની મહિલાને મળી હતી.

સીસી ફુટેજના આધારે દુર્ગાબેન સુધી પહોંચી પોલીસે નેન્સીને પોતાના કબજામાં લીધી છે. પોલીસે દુર્ગાબેનને બે હજાર અને નીલ વિશે માહિતી આપનાર બ્રિજેશ નામના યુવકને એક હજાર રૂપિયાનું ઇનામ આપ્યું હતું. શ્રમજીવી પરિવારને બાળકો સહીસલામત મળતા તેમની ખુશીનો પાર રહ્યો ન હતો. બાળકને શોધી કાઢતા પોલીસે સ્ટાફને અભિનંદન પાઠવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...