તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ભેસ્તાનની સોસાયટીમાં વેપારી મનીષ ગોયંકા( નામ બદલ્યું છે) રહે છે. પરિવારમાં પત્ની ઉપરાંત ત્રણ સંતાનો છે. તે પૈકી સાડા તેર વર્ષની દીકરી મોનિકા( નામ બદલ્યું છે) વેસુ ચાર રસ્તા પર આવેલ જાણીતી સ્કૂલમાં ધોરણ 6માં અભ્યાસ કરે છે. શનિવારે મનીષ દુકાને ગયા હતા અને તેમની પત્ની બેંકમાં ગઈ હતી. ત્રણેય સંતાનો ઘરે હતા. ત્યારે મોનિકા જાણ કર્યા વગર ચાલી ગઈ હતી.
પરિવાર અને સંબંધીઓએ તેને શોધી પરંતુ તે મળી આવી ન હતી. મોનિકાની માતાએ રવિવારે સવારે પાંડેસરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેથી તપાસ શરૂ થઈ હતી. ત્રણ પોલીસ સ્ટેશનના 100થી વધુ કર્મચારીઓ તેને શોધતા હતા.ત્યારે મોનિકા ઉન વિસ્તારમાંથી રાત્રે આઠેક વાગ્યે મળી આવી હતી. મોનિકાને અભ્યાસ બાબતે તેના માતા-પિતા વારંવાર ઠપકો આપતા હતા. તેથી તે ઘરેથી નીકળીને ઉનમાં બે ઘરે જઈને કહ્યું કે તે એકલી છે અનાથ છે.
તેને કામની જરૂરત છે. પરંતુ બે પરિવારે તેને કામ પર રાખી નહતી. પરંતુ એક મહિલાને તેના પર દયા આવતા તેણીએ મોનિકાને ઘર કામ માટે રાખી પણ ખબર પડી કે પોલીસ શોધે એટલે પોલીસને જાણ કરી હતી.
પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.