તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વેધર:છેલ્લા 4 દિવસમાં લઘુત્તમ તાપમાન 3.8 ડિગ્રી વધ્યું

સુરત8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બે દિનમાં પારો 2 ડિગ્રી ગગડવાની વકી

શહેરમાં રાત્રિનું તાપમાન 21 ડિગ્રી નજીક પહોંચી જતાં ઠંડીના પ્રમાણમાં ઘટાડો થયો છે. છેલ્લા 4 દિવસમાં લઘુત્તમ તાપમાનમાં 3.8 ડિગ્રીનો નોંધપાત્ર વધારો થયો છે. શહેરનું મહત્તમ તાપમાન 31.4 ડિગ્રી અને લઘુત્તમ 20.8 ડિગ્રી નોંધાયું હતું. વાતાવરણમાં સવારે ભેજનું પ્રમાણ 55 ટકા અને સાંજે 40 ટકા નોંધાયું હતું. ગઇકાલની સરખામણીમાં મહત્તમ તાપમાનમાં 0.4 ડિગ્રી અને લઘુત્તમ તાપમાનમાં 0.8 ડિગ્રીનો વધારો થયો છે. હાલનું મહત્તમ તાપમાન સરેરાશથી 2 ડિગ્રી ઓછું જ્યારે લઘુત્તમ તાપમાન 3 ડિગ્રી વધારે છે. સામાન્ય રીતે નવેમ્બર માસના અંતમાં 17 ડિગ્રીની આસપાસ તાપમાન રહે છે. જેની સામે હાલમાં 21 ડિગ્રી નજીક તાપમાન પહોંચી ગયું છે.

રાજસ્થાનમાં સાઇક્લોનિક સરક્યુલેશન અને દક્ષિણ ભારતમાં નિવાર ચક્રવાતને લઇ તાપમાનમાં છેલ્લા કેટલાક દિવસથી ફેરફાર આવ્યો છે. દિવસે ધુમ્મસની ચાદર સાથે છૂટોછવાયા વાદળો આકાશમાં જોવા મળી રહ્યા છે. સાથે રાત્રિના તાપમાનમાં વધારો થતાં ઠંડી જાણે ગાયબ થઇ ગઇ હોય એવો અહેસાસ થઇ રહ્યો છે. હાલમાં ઉત્તર ભારતમાં એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સિસ્ટમ સક્રિય છે. આ સિસ્ટમને લઇ આગામી બે દિવસમાં લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થવાની શક્યતા છે. ઠંડીનો પારો 1થી 2 ડિગ્રી સુધી ગગડી શકે છે. જેથી ફરી ઠંડીનો ચમકારો જોવા મળશે.

અન્ય સમાચારો પણ છે...