• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • The Middle aged Man, Who Was On Retail Labor In Surat, Was Hit By An Unidentified Vehicle. The Family Was Informed About The Death Of The Retired Janitor Within 24 Hours.

હિટ એન્ડ રન:સુરતમાં છૂટક મજૂરી પર નીકળેલા આધેડનું અજાણ્યા વાહનની અટફેટે આવ્યા, નિવૃત સફાઈ કામદારના મોત અંગે પરિવારને 24 કલાકે જાણ થઈ

સુરત17 દિવસ પહેલા
  • કૉપી લિંક
અકસ્માત મોતની પરિવારને જાણ થતાં શોકની કાલિમા છવાઈ હતી.(ફાઈલ તસવીર) - Divya Bhaskar
અકસ્માત મોતની પરિવારને જાણ થતાં શોકની કાલિમા છવાઈ હતી.(ફાઈલ તસવીર)
  • પરિવારને પોલીસ સ્ટેશનમાં મિસિંગની ફરિયાદ દાખલ કરાવી હતી

સુરતના ડિંડોલી વિસ્તારમાં આવેલી કૃષ્ણકુંજ સોસાયટી નજીક હિટ એન્ડ રનમાં એક વૃદ્ધનું કરુણ મોત નીપજ્યું હતું. મૃતક રોહિતભાઈ સુરતી પાલિકાના સફાઈ વિભાગના નિવૃત કર્મચારી હતા. એટલું જ નહીં પણ ગૂમ રોહિતભાઈનું અકસ્માતમાં નિધન થયું હોવાની પરિવારને 24 કલાક બાદ જાણ થતાં પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો.

ગૂમ થયાની ફરિયાદ નોધાવી હતી
હિરેન (મૃતકના દીકરા)એ જણાવ્યું હતું કે, પિતા રોહિતભાઈ ઈશ્વરભાઈ સુરતી (ઉ.વ. 56) રહે. ડિંડોલી મહાદેવનગર-3)માં રહેતા હતા. રવિવારના રોજ સવારે છૂટક મજૂરી કામ પર નીકળ્યા હતા. મોડી સાંજ સુધી પરત નહિ ફરતા પરિવારે શોધખોળ હાથ ધરી હતી. રાત્રે ડિંડોલી પોલીસ સ્ટેશનમાં ગૂમ થયાની ફરિયાદ પણ નોંધાવી હતી.

સવારે અકસ્માતની ખબર પડી
આજે સવારે ગુમ પિતાનો ફોટો લઈ પોલીસ સ્ટેશન જતા તેમનું અકસ્માતમાં નિધન થયું હોવાની જાણ થઈ હતી. સુરત સિવિલ હોસ્પિટલમાં ઓળખ માટે આવતા હિટ એન્ડ રનમાં મોતને ભેટેલા અજાણ્યા વૃદ્ધ રોહિતભાઈ હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે જણાવ્યું કે,અકસ્માત કરીને ભાગી ગયેલા બાઇક સવારની બાઇકનો નંબર ઓળખ થઈ ગઈ છે. પોલીસ બાઇક સવારને શોધી રહી છે. ડિંડોલી પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.