તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • The Middle aged Man Jumped Into The Well Of Dumas, Fed Up With The Disease, The BK People Of The Infection Cleaned The Well

આપઘાત:બીમારીથી કંટાળી ડુમસના કુવામાં આધેડ કુદ્યો, ચેપની બીકે લોકોએ કુવો સાફ કર્યો

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
કુવામાં ઝંપલાવી આત્મહત્યાનો પ્રયાસ કરનાર આધેડ અને સ્થાનિકો - Divya Bhaskar
કુવામાં ઝંપલાવી આત્મહત્યાનો પ્રયાસ કરનાર આધેડ અને સ્થાનિકો
  • આધેડે 30 ફૂટ ઊંડા કુવા પાસેથી પરિવારને ફોન કરી કહ્યું કે, ‘હું આપઘાત કરવા જઇ રહ્યો છું’
  • રાંદેરનો 56 વર્ષીય આધેડ ઘરેથી દુકાન જવાનું કહી બસમાં ડુમસ પહોંચી ગયો

ડુમસ ચોપાટી પર આવેલા લંગરના ઐતિહાસિક કુવામાં સોમવારે રાત્રે આધેડે બીમારીથી કંટાળીને પડતું મૂક્યું હતું. જોકે આધેડના પરિવારે કુવા પાસે પહોંચી જઇને સ્થાનિકોને જાણ કરતાં લોકોએ જીવ જોખમમાં નાખીને આધેડને બહાર કાઢ્યો હતો. જોકે ત્યાર બાદ ચેપની બીકે યુદ્ધના ધોરણે કુવાની સાફ સફાઇ કરાઇ હતી.

રાંદેરમાં રહેતા 56 વર્ષીય આધેડને ઘૂંટણના દુખાવાને પગલે પગની નસો ખેંચાતી હતી. આ દુખાવાને કારણે આધેડ કંટાળી ગયો હતો. ઘરેથી દુકાને જવાનું કહી આધેડ બસમાં ડુમસ પહોંચી ગયો હતો. લંગર પર જઈ આધેડ પરિવારને કોલ કરી કૂવામાં આપઘાત કરવા જાઉ છું એવુ કહી ફોન કટ કરી નાખ્યો હતો.

આધેડને શોધવા પરિવાર ડુમસ કૂવા પર પહોંચ્યું હતું. સ્થાનિકોની મદદથી શોધખોળ કરતાં કૂવામાં એક વ્યકિત હોવાનું દેખાયું હતું. પછી 6 જેટલા યુવકોએ દોરડું બાંધી કૂવામાં ઉતરી આધેડને સલામત બહાર કાઢ્યો હતો. આ કુવાના પાણીનો ઉપયોગ પીવાના પાણી તરીકે કરાતો હોય કુવાની સફાઇ કરાઇ હતી.

રાત્રે જ કુવાની સાફ સફાઇ કરવામાં આવી
ડુમસના સ્થાનિક રમેશભાઇ લશ્કરીએ જણાવ્યું હતું કે, રાત્રે 11 કલાકે આધેડનો પરિવાર લંગર પાસે આવ્યું હતું. સ્થાનિકોને બોલાવીને 30 ફૂટ ઊંડા કુવામાંથી આધેડને સહીસલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. ઐતિહાસિક કુવાના પાણીનો ઉપયોગ પીવાના પાણી માટે કરાતો હોય રાત્રે જ કુવાની સફાઇ કરવામાં આ‌વી હતી.

અન્ય સમાચારો પણ છે...