તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુરત:હોમ કોરોન્ટાઇનનો ત્રીજી વખત ભંગ કરનાર વિરુદ્ધ મહાનગર પાલિકા પોલીસ ફરિયાદ કરશે

સુરતએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત મહાનગરપાલિકા - ફાઇલ તસવીર - Divya Bhaskar
સુરત મહાનગરપાલિકા - ફાઇલ તસવીર
  • કોવિડ-19 ટ્રેકર એપ ડાઉનલોડ નહી કરનારા હોમ કોરોન્ટાઈન લોકો સામે FIR પણ કરાશે
  • હવેથી હોમ કોરેન્ટાઈન થયેલાને સારવાર માટે સૌ પ્રથમ સિવિલમાં દાખલ કરાશે

સુરતઃ રાજ્યમાં સૌથી વધુ હોમ કોરોન્ટાઈન શહેરમાં છે. પાલિકા ખાતે કમિશનરે તમામ અધિકારીઓ સાથેની મીટીંગમાં જે લોકો હોમ કોરોન્ટાઈનનો ભંગ કરતાં હોય તેની સામે સૌ પ્રથમ વોર્નિંગ આપવા માટે પોલીસને મોકલવી, બીજી વખત ભંગ કરે તો પછી 25 હજારનો દંડ કરવો તેમ છતાં ત્રીજી વાર ભંગ કરે તો પછી 25 હજાર દંડ અને એફઆઈઆર કરી ગુનો દાખલ કરાવવા સૂચના આપી છે. સાથે હવે હોમ કોરોન્ટાઈન થયેલા વ્યક્તિને સૌ પ્રથમ સિવિલમાં દાખલ કરવાના રહેશે તથા ઝોનમાં જ્યાં શંકાસ્પદ કેસો હોય તો મોનિટરીંગ કરી સ્મીમેરમાં દાખલ કરવાના રહેશે. હોમ કોરેન્ટાઈન હેઠળ જેમણે એપ ડાઉનલોડ કરી ન હોય તેવા સામે FIR કરવા આદેશ કર્યો છે.

સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું
પાલિકા કમિશનર બંછાનિધિ પાનીના અધ્યક્ષસ્થાને શનિવારે મોડી સાંજે મળેલી સમીક્ષા બેઠકમાં ઘણા મહત્ત્વના મુદ્દાઓ જરૂરી કાર્યવાહી કરવા આદેશ કરાયા છે.જેમાં, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાં જમવાની સગવડ ઉભી કરવી. જયાં મજુરો રહે છે, ત્યાં ઍન.જી.ઓ. સાથે સંકલન કરી જમવાની વ્યવસ્થા કરવી.શાકભાજીની લારી અને ટેમ્પાવાળાઓને અંતરે બેસાડવા, નિયમિત ડીસઇન્ફેક્શન કરવું. ડોર ટુ ડોર સર્વેલન્સ ટીમ, આંગણવાડી બહેનોને માસ્ક ઉપલબ્ધ કરાવવા.

અન્ય સમાચારો પણ છે...