વેધર:દરિયાઇ પવનોનું જોર વધતાં પારો 3.5 ડિગ્રી ગગડીને 36.8

સુરત5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તાપમાન ઘટ્યું પણ બફારાથી શહેરીજનોની હાલત કફોડી

દરિયાઇ પવનોનું જોર વધતા તાપમાનમાં 3.5 ડિગ્રીનો નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. ગરમીનો પારો 37 ડિગ્રી નીચે આવી ગયો હતો. જો કે બફારા અને ઉકળાટથી શહેરીજનોની હાલત કફોડી બની હતી. આગામી બે દિવસમાં દરિયાઇ પવનોનું જોર યથાવત રહેશે. જેને લઇ મહત્તમ તાપમાનમાં વધુ 3થી 5 ડિગ્રીનો ઘટાડો થઇ શકે છે. જેથી શહેરીજનોને ગરમીથી આંશિક રાહત મળવાની શક્યતા છે.

હવામાન વિભાગના જણાવ્યાનુસાર બુધવારે શહેરનું મહત્તમ તાપમાન 36.8 ડિગ્રી અને લઘુતમ 28.4 ડિગ્રી નોંધાયું હતું. મંગળવાર કરતા મહત્તમ તાપમાનમાં 3.5 ડિગ્રી અને લઘુતમમાં 0.7 ડિગ્રીનો ઘટાડો થયો છે. વાતાવરણમાં સવારે ભેજનું પ્રમાણ 81 ટકા અને 51 ટકા હતું. દક્ષિણ-પશ્ચિમ દિશાથી 7 કિ.મીની ગતિએ પવનો ફૂંકાયા હતા.

મહાદેવને ચંદનનો લેપ
શહેરમાં છેલ્લા કેટલાક દિવસથી તાપમાનમાં વધ-ઘટ જોવા મળી રહી છે. ક્યારેક આકરો તાપ તો ક્યારેક બફારો. ગરમીની આ સ્થિતિ વચ્ચે શહેરના ભટાર રોડ ચાર રસ્તા ખાતે આવેલા શિવ શક્તિ મહાદેવ મંદિરમાં શિવલિંગને ઠંડક મળે તે માટે સફેદ ચંદનનો લેપ કરવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...