હુકમ:માનસિક રોગીને અન્ય બીમારીઓના દર્દીઓથી અલગ પાડી ન શકાય: કોર્ટ

સુરત10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • માનસિક સારવારનો ક્લેઇમ નકારવાના કેસમાં કોર્ટની વીમા કંપનીને લપડાક

માનસિક રોગ ઉપરાંતની કેટલીક સારવાર કરાવ્યા બાદ દર્દીનો ક્લેઇમ નકારનારી વીમા કંપનીને કોર્ટ લપડાક આપી છે. કોર્ટે ફરિયાદીની અરજી આંશિક રીતે મંજૂર કરવાની સાથે પોતાના ચુકાદમાં નોંધ્યુ હતંુ કે, હાલની સામાજિક સ્થિતિ તેમજ તણાવ ભરી જિંદગી અને વ્યસ્તતા જોતા તેમજ કામના બોજને કારણે માનસિક રોગ જેવા કે ડિપ્રેશનના અનેક લોકો ભોગ બની રહ્યા છે. માનસિક બીમારી એ એક બીમારી છે. માનસિક રોગના દર્દીને અન્ય રોગના દર્દીઓથી અલગ પાડી શકાય નહીં.

ફરિયાદીની દીકરીને માથામાં દુખાવો થતા હોસ્પિ.માં 21 હજારનો ખર્ચ થયો હતો
ઘોડદોડ રોડ ખાતે રહેતા અનિતા બેને (નામ બદલ્યંુ છે) વર્ષ 2015-16માં એક લાખનો વીમો લીધો હતો. તેમની દીકરીને ચક્કર અને માથામાં દુખાવાની ફરિયાદ થતાં હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી. જ્યાં સારવારનો ખર્ચ 21 હજાર થયો હતો. અરજદારે ક્લેઇમ કર્યો હતો પરંતુ વીમા કંપનીએ નકારી કાઢ્યો હતો. જેની સામે એડવોકેટ મોના કપૂર મારફત કોર્ટ ફરિયાદ કરાઈ હતી. વીમા કંપનીની દલીલ હતી કે, ફરિયાદીની દીકરીને કન્વર્ઝન ડિસઓર્ડર છે જે એક માનસિક બીમારી છે. કોઇ સર્જરી કે ઓપરેશન પણ કરાયું નથી. એટલે ક્લેઇમ રદ કરવામાં આવ્યો છે.

દર્દી સાથે ભેદભાવ ન કરી શકાય
કોર્ટના હુકમમાં હતંુ કે, માનસિક રોગના દર્દીને અન્ય રોગના દર્દીઓથી અલગ પાડી શકાય નહીં, માનસિક રોગના દર્દી સાથે ભેદભાવ રાખી શકાય નહીં. ઇરડા દ્વારા પણ ઇન્સ્યુરન્સ કંપનીને કેટલાંક નિર્દેશ આપવામાં આવ્યા છે. માનસિક રોગ દિમાગના ચેતાતંત્રની અસામાન્યતા છે જેમા દિમાગમાં ઉદભવતા વિચાર અને લાગણી વચ્ચેની ઉદભવતી તકરારને કારણે તેની અસર શરીરના જુદા જુદા અવયવો પર થતી હોય છે.

અન્ય સમાચારો પણ છે...