તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બેઠક નિષ્ફળ:જર્જરિત આવાસના રહીશોને બીજા આવાસમાં ખસેડવા મેયર મહેલમાં મળેલી બેઠક પડી ભાંગી

સુરત16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • માનદરવાજા આવાસના 320 પરિવારોએ કહ્યું, ‘વડોદના જર્જરિત આવાસ રિપેર કરી આપો, મેયરે કહ્યું : આવાસ ફાળવીએ પછી રિપેર કરી આપીશું

માનદરવાજા એ-ટેનામેન્ટના જર્જરિત આવાસનો મામલો દિનપ્રતિદિન વધુ ગૂંચવાઇ રહ્યો છે. પાલિકાએ 320 આવાસધારકોને વડોદ ખાતેના આવાસમાં શિફટ કરવાની તૈયારી દર્શાવી હતી. જો કે વડોદ આવાસ અત્યંત જર્જરિત હાલતમાં હોવાથી અસરગ્રસ્તોએ શિફટિંગ કરવાનો સાફ ઇન્કાર કરી દીધો હતો.

શનિવારે પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે મેયર બંગલે મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન સહિતના પદાધિકારી, મ્યુનિસિપલ કમિશનર, ધારાસભ્ય અરવિંદ રાણા અને ટેનામેન્ટના 12 સભ્યોની બનેલી કમિટી વચ્ચે બેઠક થઇ હતી. જોકે, આ બેઠકમાં કોઇ ચોક્કસ નિર્ણય નહીં લેવાતા બેઠક નિષ્ફળ ગઇ હતી.

બેઠકમાં સામેલ અસરગ્રસ્તોની એક જ માંગ હતી કે, પાલિકા પહેલા આવાસનું રિપેરીંગ કરીને આપે પછી જ શિફ્ટિંગ કરીને રહેવા જઇશું. બીજી તરફ પાલિકાએ પહેલા ડ્રો કરીને આવાસ ફાળવી દીધા પછી રિપેરિંગ કરીશું એમ જણાવ્યું હતું. આ માટે પાલિકાએ કમિટીને સંમતિપત્રક આપ્યા હતા.

પરંતુ આવાસ રિપેર કર્યા પછી શિફ્ટિંગ કરવાની જીદ પકડી કમિટીએ સંમતિપત્રક ઉપર સહી ન કરી પોતાની માંગો ઉપર કાયમ રહ્યા હતા. બીજી તરફ એ-ટેનામેન્ટ અત્યંત જર્જરિત હોવાથી ઉતારી પાડવા જોગ હોવાનો રિપોર્ટ હોવાથી શિફ્ટિંગ નહીં થાય તો જાનહાનિ થવાની શક્યતા છે.

બેઠકમાં કમિટીને એમ પણ જણાવવામાં આવ્યું હતું કે, 57 લાખના ખર્ચે આવાસોના રિપેરિંગનું કામ તાજેતરમાં મંજૂર થઇ ગયું છે. જેથી ઝડપથી રિપેરિંગ કામ શરૂ કરી દેવામાં આવશે. પરંતુ અસરગ્રસ્તો માન્યા ન હતા. આમ આજની બેઠક નિષ્ફળ જતાં મામલો વધુ ગરમાયો છે.

અન્ય સમાચારો પણ છે...