તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લાખો રૂપિયાનો ધુમાડો:સુરતના મેયર-કમિશનરની કાર 7 વર્ષમાં જ ખરાબ થઈ, નવી 5 ઇનોવા ખરીદાશે

સુરત25 દિવસ પહેલા
  • કૉપી લિંક
સુરત મહાનગરપાલિકાની તસવીર - Divya Bhaskar
સુરત મહાનગરપાલિકાની તસવીર
  • 5 વર્ષમાં વારંવાર રિપેરીંગ ખર્ચ થતાે હોવાનું કારણ આપ્યું

સુરત પાલિકામાં મેયર સહિતના 4 પદાધિકારી અને મ્યુ.કમિશનર માટે કુલ 5 ઇનોવા કાર ખરીદવા 77 લાખનો ધૂમાડો કરાશે. 6 વર્ષ 11 મહિના અગાઉ 14 જુલાઇ 2014થી રજિસ્ટ્રેશન થયેલી મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન અને કમિશનર માટે ખરીદાયેલી 4 ઇનોવા છેલ્લા 5 વર્ષમાં વારંવાર રિપેરીંગ માટે જતાં ઘણો ખર્ચ થતો હોવાની ફરિયાદ ઉઠતાં નવી કાર લેવાનું કારણ જણાવાયું છે.

શાસકપક્ષના નેતાની કાર 2007માં ખરીદાય હતી. 14 વર્ષ જુની કાર 3 લાખ કિમીથી વધારે ફરી ગઇ છે. વારંવાર વાહન બગડવાના કારણે આ કારને કંડમ કરવાનો નિર્ણય લીધો છે. જ્યારે બાકીની મેયર, સ્ટેન્ડીંગ ચેરમેન, ડે.મેયર અને કમિશનરની કારને પાલિકાની મુલાકાતે આવનાર વીઆઇપી વિઝિટર્સ તથા ગુજરાત અને કેન્દ્ર સરકારના ઉચ્ચકક્ષાના અધિકારી તથા ડેલીગેટર્સની વિઝિટ દરમ્યાન કામચલાઉ ધોરણે ફાળવવા નિર્ણય લેવાયો છે.

નવી ઇનોવા કારની 5 મોડલની કિંમત એક્સ શોરૂમ 15.40 લાખથી શરૂ થઇ 23.39 લાખ સુધી છે. જેમાં 15.40 નું બેઝ મોડલ ખરીદવાનું નક્કી કરવામાં આવ્યું છે. આગામી ગુરુવારે મળનારી સ્ટેન્ડીંગ કમિટિની બેઠકમાં નિર્ણય લેવાશે.