તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લોકાર્પણ કરાશે:પાલ-ઉમરા બ્રિજના લોકાર્પણ માટે મેયરે CMનો સમય માંગ્યો

સુરત25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શહેરના 1072 કરોડના વિકાસ કામોનું એકસાથે લોકાર્પણ કરાશે

સાત મહિના પછી મુખ્યમંત્રી વિજય રૂપાણી શહેરમાં સુરત મહાનગર પાલિકાના વિવિધ પ્રોજેકટોના લોકાર્પણ કરવા માટે આવશે. પાલ-ઉમરા બ્રિજ સહિતના રૂા.1072.85 કરોડના વિવિધ 12 મહત્વના પ્રોજેકટોનું મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ કરવા માટે મેયર હેમાલી બોઘાવાલાએ મુખ્યમંત્રીનો સમય માંગ્યો છે. આગામી 6 જુલાઇના રોજ ડો.શ્યામાપ્રસાદ મુખર્જીની જન્મજંયતિ છે. તેમની જન્મજંયતિ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે આ પ્રોજેકટોનું લોકાર્પણ કરવાની તૈયારીઓ થઇ રહી છે. સંભવત: 10થી 12 જુલાઇ વચ્ચે આ પ્રોજેકટોનું લોકાપર્ણ થાય એમ જાણવા મળ્યું છે.

12 મુખ્ય પ્રોજેકટમાં છેલ્લા પાંચ વર્ષથી ટલ્લે ચઢેલા રૂા.89.99 કરોડના પાલ-ઉમરા બ્રિજનું લોકાર્પણ કરવાનું આયોજન કરાયું છે. આ બ્રિજ શરૂ થતાં અઠવા અને રાંદેર વિસ્તારના લોકોને સીધો ફાયદો થશે. ઉપરાંત વિવિધ વિસ્તારોમાં રૂા.307 કરોડના ખર્ચે સાકાર થયેલા પ્રધાનમંત્રી આવાસ યોજનાના 4311 આવાસ તથા ત્રણ સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું વિસ્તૃતિકરણ અને ડીંડોલીમાં 40 એમએલડી ક્ષમતાના ટર્શરી ટ્રીટમેન્ટ પ્લાન્ટ શરૂ કરવામાં આવશે. સી.એમ છેલ્લે મનપાની ચૂંટણી પહેલા 12 ડિસેમ્બર 2020ના રોજ સુરત આવ્યા હતા. તેમના વરદહસ્તે પાલિકા અને સુડાના વિવિધ 500 કરોડના પ્રોજેકટોનું લોકાર્પણ થયું હતું.

આ ઝોનના કામોનું લોકાર્પણ

ઝોનરકમ (કરોડમાં)
વરાછા-એ36.73
અઠવા130.31
કતારગામ249.12
રાંદેર226.11
અઠવા-રાંદેર89.99
લિંબાયત340.59
કુલ1072.85

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...