તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • The Mayor Of Surat Said On Social Media Live In The Afternoon, "If You Need A Remediver Or If There Is Any Other Problem, Tell Me Directly", Said To Bhaskar In The Evening Please Do Not Print My Number!

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બોઘાવાલાના બેવડા ધોરણ!:સુરતનાં મેયરે બપોરે કહ્યું, ‘રેમડેસિવીરની જરૂર પડે કે અન્ય મુશ્કેલી હોય તો સીધું મને કહેજો’, સાંજે ભાસ્કરને કહ્યું- પ્લીઝ, મારો નંબર ન છાપતા!

સુરત13 દિવસ પહેલા
  • કૉપી લિંક
સોશિયલ મીડિયા લાઇવ કરી રહેલા સુરતના મેયર હેમાલી બોઘાવાલાની તસવીર - Divya Bhaskar
સોશિયલ મીડિયા લાઇવ કરી રહેલા સુરતના મેયર હેમાલી બોઘાવાલાની તસવીર
  • કોરોનાગ્રસ્ત મેયર હેમાલી બોઘાવાલાના બેવડા ધોરણ ખુલ્લા પડ્યા, વેન્ટિલેટર ખૂટી પડતા સરકારે નવા 300 આપ્યા

કોરોનાગ્રસ્ત મેયર હેમાલી બોઘાવાલાએ શનિવારે બપોરે સોશિયલ મીડિયાથી લોકોને માસ્ક પહેરવા અને વેક્સિન લેવા અનુરોધ કર્યો હતો. સુરત શહેરની ભીષણ પરિસ્થિતિનો ચિતાર આપતા તેમણે કહ્યું હતું કે, શહેરની સરકારી તેમજ ખાનગી હોસ્પિટલોમાં 5200 જેટલા બેડ છે. જેમાંથી 2528 બેડ ફૂલ છે. બાકીના બધા જ ખાલી છે. આ ઉપરાંત શહેરમાં 745 જેટલા વેન્ટિલેટર ઉપલબ્ધ હતા. વધુ વેન્ટિલેટરની જરૂર પડતા રાજ્ય સરકારે સુરત માટે 300 નવા વેન્ટિલેટર ફાળવ્યા છે. આ પછી તેમણે ઉમેર્યું હતું કે કોરોનાની આ સ્થિતિમાં કોઇપણ મુશ્કેલી પડે કે રેમડેસિવીર ઇન્જેક્શનની જરૂર પડે તો સુરતના મેયર તરીકે મને સીધું કહેજો. જોકે લોકોને કહેલી આ વાત અંગે સાંજે દિવ્ય ભાસ્કરે મેયરને તેમનો નંબર પ્રસિદ્ધ કરવા અંગે પૂછ્યું ત્યારે તેમણે કહ્યું કે પ્લીઝ મારો નંબર ન છાપતા. આમ મેયરના આ જવાબથી લોકોની મદદ કરવાની માત્ર વાતો જ હોવાના બેવડા ધોરણો ખુલ્લા પડી ગયા હતા.

સુરતીઓને વેક્સિન મૂકાવવા અપીલ કરી
લાઇવ દરમિયાન તેમણે એમ પણ કહ્યું હતું કે, તમામ સુરતીઓએ ખૂબજ સંયમ જાળવીને સાદગીપૂર્ણ ઉજવણી કરી છે. કોરોના મહામારીનું યુદ્ધ ચાલી રહ્યું છે. પાલિકાના તમામ વહિવટી કર્મવીરો, સૌજનપ્રતિનિધિઓ મહામારીને નાથવા માટે ખડેપગે દોડી રહ્યાં છે. લોકો પણ સારો સહયોગ આપી રહી છે. પાલિકામાં હાલમાં 136 ધન્વંતરિ રથો ફરી રહ્યાં છે તેના માધ્યમથી ટેસ્ટિંગ કરીએ છીએ પરંતુ લાગે છે કે તેને પણ વધારવાની જરૂરિયાત હોય તેને 150 સુધી કરાશે. આરટીપીસીઆર ટેસ્ટિંગ કરવામાં આવ્યું. 1,78,280 જેટલા આરટીપીસીઆર ટેસ્ટ થયાં, 23.36 લાખ રેપિડ ટેસ્ટ કર્યા છે અને હાલમાં જ આત્મનિર્ભર ભારતમાં આગળ વધતાં વૅક્સિન શોધાઇ છે તેનો લાભ લોકોએ લઈ મુકાવવી જોઈએ.

અગત્યના કારણો વગર બહાર જવાનું ટાળોઃ બોઘાવાલા
પાલિકાના 153 વૅક્સિનેશન સેન્ટરો છે, જેમા 68 ખાનગી છે. 4,25,918 લોકોમાં વૅક્સિનેશન પૂર્ણ કરી ચૂક્યા છે લગભગ 43 હજાર હેલ્થ વર્કરોને 73,800 ફ્રન્ટ લાઈન વર્કરોને વૅક્સિન આપી છે. 45થી વધુની વયના 3,08,000 નાગરિકોને વૅક્સિન આપી છે. પક્ષે પણ તમામ 30 વોર્ડમાં બે-બે વેન મુકાવી છે. કોરોના ખુબ ઝડપથી આગળ વધી રહી છે. 5200 જેટલા બેડ છે 2528 બેડ વધારાયા છે. 745 વૅન્ટિલેટર હતાં આજે રાજ્ય સરકારે 300 નવા વૅન્ટિલેટર ફાળવાયા છે. અગત્યના કારણો વગર ઘર બહાર જવાનું ટાળો ભીડભાડમાં જવું નહીં. ગૃહિણીઓએ શાકમાર્કેટમાં વધુ જવાનું ટાળવું અને માસ્ક પહેરવું, માસ્ક અને વૅક્સિન બંને વસ્તુ કોરોના સામે બ્રહ્માસ્ત્ર છે. ફરી લોકડાઉન નહીં આવે માટે મજબૂત બનીને વૅક્સિન લેવું માસ્ક પહેરવાનું છે.

લોકોને ખરેખર તકલીફ પડશે તો અમે વહીવટી તંત્રને કહીશું
શહેરના મેયર હેમાલી બોધાવાલાએ કહ્યું કે, આપણી પાસે રેમડેસિવીરનો જથ્થો પુરતાં પ્રમાણમાં છે. વહીવટી તંત્ર આપણને સહકાર આપે છે. તમે કોઈ પણ અધિકારીને, કમિશનરને ફોન કરો તો મદદ મળી રહે છે. લોકોને ખરેખર તકલીફ હશે તો તે અંગે અમે પણ વહીવટી તંત્રને કહીશું અને મદદ કરીશું.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

વધુ વાંચો