સૂચના:મુખ્ય માર્ગોને એકસાથે દબાણ મુક્ત બનાવાશે, ચોક્કસ દિવસ નક્કી કરી કામગીરી કરાશે

સુરત21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દાખલો બેસાડવા​​​​​​​ પા. કમિશનરની સૂચના

ગુરુવારે લિંબાયત ઝોનના રાઉન્ડ પર નીકળેલા પાલિકા કમિશનર શાલિની અગ્રવાલે રિંગ રોડ, ભાઠેના અને લિંબાયત-પરવત પાટિયા રોડનાં કેટલાક મુખ્ય માર્ગો પર ટ્રાફિકના નિવારણ માટે પગલાં લેવા સૂચના આપી હતી. લિંબાયત ઝોન કાતેની આ બેઠકમાં તેમણે મુખ્ય માર્ગ તેમજ ઝીરો દબાણ રૂટના રોડ કિનારે લાગતા લારી-ગલ્લાના અડિંગાને એકસાથે દૂર કરવાની રણનીતિ નક્કી કરવા સૂચના આપી હતી. લિંબાયત ઝોનના કાર્યપાલક ઇજનેર કામીની જોષીએ કહ્યું કે, મુખ્ય માર્ગો પરના દબાણ હટાવવા ચોક્કસ દિવસ નક્કી કરી તમામ મેન પાવર તથા મશીનરીનો ઉપયોગ કરી એક સાથે ઝુંબેશ કરાશે.

આ પહેલા દબાણોની એક યાદી તૈયાર કરી જરૂરી સ્ટાફને સાથે રાખી કામગીરી કરી દબાણકર્તાઓમાં દાખલો બેસાડાશે તેમ પણ ઉમેર્યું હતું.અત્રે નોંધનીય છે કે, લિંબાયતની સાથે સેન્ટ્રલ ઝોન, કતારગામ અને વરાછા ઝોનમાં પણ રસ્તા પર દબાણની ફરિયાદમાં ખુબ વધારો નોંધાયો છે. જે અંગે અવાર-નવાર કાર્યવાહી કરવા છતાં થોડા દિવસો પછી ફરી જૈસે થેની સ્થિતિ સ્થાનીકો માટે ન્યૂસન્સરૂપ સાબિત થઇ રહી છે.

અન્ય સમાચારો પણ છે...