તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:સુરતના ડુમસથી પકડાયેલા1 કરોડના MD ડ્રગ્સ કેસમાં મુંબઈથી મુખ્ય ડિલરને ઝડપી લેવાયો

સુરત3 મહિનો પહેલા
  • કૉપી લિંક
આરોપી ઈન્ટરનેટના માધ્યમથી સર્ચ કરીને ડ્રગ્સ બનાવતો હતો. - Divya Bhaskar
આરોપી ઈન્ટરનેટના માધ્યમથી સર્ચ કરીને ડ્રગ્સ બનાવતો હતો.
  • આરોપી પોતાના ઘરે જ ડ્રગ્સ બનાવતો હતો

સુરતમાં ડ્રગ્સના વેચાણ કરનાર સામે પોલીસ આકરી કાર્યવાહી કરી રહી છે ત્યારે વર્ષ 2020માં ડુમસથી 1 કરોડથી વધુ ઝડપાયેલા એમ.ડી.ડ્રગ્સના ગુનામાં સુરત ક્રાઈમ બ્રાન્ચે મુખ્ય ડિલરને ઝડપી પાડ્યો છે. સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે મુંબઈથી તેની ધરપડક કરી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે

અત્યાર સુધીમાં 16 આરોપી ઝડપાયા
ગત તારીખ 20મી સપ્ટેમ્બર 2020ના રોજ સુરત સુરત ક્રાઈમ બ્રાંચની ટીમ દ્વારા આરોપી સલમાન ઉર્ફે અમન મોહમદ હનીફ ઝવેરીને 1011.82 ગ્રામ એમ.ડી.ડ્રગ્સ સાથે કુલ 1 કરોડથી વધુના મુદામાલ કબજે કરવામાં આવ્યો હતો. અને આ અંગે સુરત ક્રાઈમ બ્રાંચમાં ગુનો નોંધવામાં આવ્યો હતો. સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે આ મામલે ઊંડાણપૂર્વક તપાસ શરુ કરી હતી. આ ગુનામાં સુરત અને મુંબઈ મળી કુલ 16 આરોપીઓની અત્યાર સુધી ધરપડક કરવામાં આવી હતી. જયારે આ ગુનામાં મુખ્ય ડ્રગ્સ ડીલર પોલીસ પકડથી દુર હતો.

મુંબઈથી મુખ્ય ડીલરની ધરપકડ
સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે મુંબઈથી મનોજ ઉર્ફે બાલા લક્ષ્મણ પાટીલને ઝડપી પાડ્યો હતો. પોલીસે આરોપીની પૂછપરછ કરતા પકડાયેલો પૈકીનો અમુક મુદામાલ એમ.ડી ડ્રગ્સની બનાવટ અંગે યુ ટ્યુબ તથા વીકીપીડીયામાં સર્ચ કરી પ્રાયોગિક ધોરણે પોતાના ઘરે લેબ બનાવી કેમિકલનો ઉપયોગ કરી ઉત્પાદિત કરી મુંબઈના અગાઉ પકડાયેલા આરોપી વિરામની ઉર્ફે અન્ન અંડાપ્યાન તથા આરોપી પ્રવીણ રોહિતદાસ મારફતે વાપીના આરોપી મનોજ શીતલ પ્રસાદ ભગતને પહોચાડતો હતો. આરોપી મનોજ ભગત વાપીથી સુરતના આરોપી મોહમદ સલમાન ઉર્ફે અમન ઝવેરી સુરતના સ્થાનિક પેડલરોને વેચાણ કરતો હતો. હાલ પોલીસે મુંબઈના સપ્લાયરને કોર્ટમાં રજુ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ શરુ કરી છે.