તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surat
 • 'The Main Air Of Life Is' Sanskar ', Without It Life Will Not Go In The Right Direction', 231 House Meeting Held At Swaminarayan Temple

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સભા:‘જીવનનો મુખ્ય વાયુ ‘સંસ્કાર’ છે, એના વગર જીવન યોગ્ય દિશામાં નહીં જાય’, સ્વામિનારાયણ મંદિરે 231 ઘર સભા કરી

સુરત5 મહિનો પહેલા
 • કૉપી લિંક

સરધાર સ્વામિનારાયણ મંદિરના નિત્ય સ્વરૂપ સ્વામી અને તેમના સંતમંડળે સુરત, મુંબઈ, વડોદરા સરધાર સહિતના શહેરોમાં લોકડાઉન દરમિયાન 231 ઘર સભાનું આયોજન કર્યું હતું. કતારગામ ખાતે ધનજીભાઈ રાખોલીયાએ યોજેલી સત્સંગ સભામાં વર્તમાનમાં દરેક જગ્યાએ આવતી સામાજિક અને પારિવારિક સમસ્યાઓ અંગે વાત કરતાં કહ્યું હતું કે, આજના સમયમાં દરેક વાલીઓ પોતાના સંતાનોને આધુનિક બનાવવા માંગતા હોય છે. તેઓને ખૂબ ભણાવવા માંગતા હોય છે. પરંતુ આ બધું કરવાની પાછળ સંસ્કારિતા ભુલાઈ જતી હોય છે.

જીવનનો મુખ્ય વાયુ સંસ્કાર છે. જો આપણે બધા જ આપીશું અને સંસ્કાર ન આપી શકીએ તો તેમનું જીવન યોગ્ય દિશામાં નહીં જાય. એના કારણે પરિવારો તૂટી જશે. પરિવારમાં વિખવાદો ઊભા થશે અને સમાજની અંદર વૈમનસ્ય જોવા મળશે. તેથી નવી પેઢી અને નાના બાળકો સંસ્કારી થાય તે ખૂબ જરૂરી છે. સંસ્થાએ અનલોકમાં હરિભક્તોના ઘરની અંદર જઈ ખૂબ જ મર્યાદિત સંખ્યામાં સત્સંગ કરવાનો પ્રયાસ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો