તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

સુરત:આઠ દિવસ અગાઉ શરૂ થયેલા મહિધરપુરા હીરા બજારની શેરીઓ સીલ, બોમ્બે માર્કેટ સ્વૈચ્છિક બંધ

સુરત2 મહિનો પહેલા
કોરોના સંક્રમણના પગલે કન્ટેઈનમેન્ટ ઝોનમાં આવતાં મહિધરપુરા હીરા બજાર બંધ કરાવવામાં આવ્યું છે.
  • કોરોના સંક્રમણ વધતાં હીરા બજારના કન્ટેઈનમેન્ટ વિસ્તાર આડે પતરા મારી દેવાયા
  • તકેદારીના ભાગ રૂપે બોમ્બે માર્કેટની 800 દુકાનો 31મી સુધી સ્વયંભૂ બંધ રહેશે

શહેરમાં કોરોનાનો અજગરી ભરડો લાગ્યો છે. કોરોના સંક્રમણ મહિધરપુરા વિસ્તારમાં પણ વધતાં આઠ દિવસ અગાઉ શરૂ થયેલા હીરા બજારની શેરીઓ બંધ કરાવવામાં આવી છે. હીરા બજારનો વિસ્તાર કન્ટેઈનમેન્ટ ઝોનમાં વિસ્તાર આવતો હોવાથી બજારને બંધ કરાવવા પાલિકાના અધિકારીઓએ પતરાની આડશ મારીને શેરીઓના રસ્તા બંધ કરાવ્યાં છે. પાલિકાએ આડા પતરા મારીને બજાર બંધ કરી દેતા અવરજવર કરનારા લોકોમાં કચવાટ જોવા મળી રહ્યો છે. સાથે જ બોમ્બે માર્કેટ 20મી જુલાઈથી શરૂ થવાનું હતું જો કે હવે 31મી જુલાઈ સુધી સ્વૈચ્છિક રીતે બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યાં છે. 

વરાછાનું બજાર સ્વયંભૂ બંધ છે
વરાછા વિસ્તારમાં આવેલી મિની બજાર ચોકસી હીરા બજાર અગાઉથી જ સ્વયંભૂ બંધ રાખવામાં આવ્યાં છે. શહેરની ચાર હીરા બજાર પૈકી સૌથી મોટી મહિધપુરા હીરા બજારમાં કેસ વધતાં કેન્ટેઈનમેન્ટ વિસ્તાર જાહેર કરાયા છે. જેથી હીરા બજારની જે શેરીઓમાં કેસ વધ્યા તેને પાલિકા દ્વારા બંધ કરાવવામાં આવી છે. મહત્વપૂર્ણ છે કે, અગાઉ સેફ વોલ્ટ પણ સ્વયંભૂ બંધ કરાયા હતાં.

બોમ્બે માર્કેટ સ્વયંભૂ બંધ
ઉમરવાડા વિસ્તારમાં આવેલી બોમ્બે માર્કેટને 20મી જુલાથી 31મી જુલાઈ સુધી બંધ રાખવાનો નિર્ણય સ્વયંભૂ રીતે કરવામાં આવ્યાં છે. બોમ્બે માર્કેટમાં 800 જેટલી દુકાનો આવેલી હોવાથી મેનેજમેન્ટ દ્વારા તકેદારીના ભાગરૂપે નિર્ણય કરવામાં આવ્યો છે. 

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ઉન્નતિને લગતાં શુભ સમાચારની પ્રાપ્તિ થશે. ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યોમાં પણ થોડો સમય પસાર થશે. કોઇ વિશેષ સમાજ સુધારકનું સાનિધ્ય તમારી અંદર પોઝિટિવ ઊર્જા ઉત્પન્ન કરશે. નેગેટિવઃ- ઘરના...

વધુ વાંચો