તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દિઓરા એન્ડ ભંડેરી કોર્પોરેશનમાં આવક વેરા વિભાગની ઇન્વેસ્ટિગેશન વિંગ દ્વારા હાથ ધરવામાં આવેલાં દરોડાને 20 દિવસ થવા જઈ રહ્યા છે ત્યારે આઇટી વિભાગે જપ્ત કરેલી કુલ 1200 મશીનના વેલ્યુએશનની શરૂઆત કરી છે. આ માટે આવક વેરા વિભાગ દ્વારા એક વેલ્યુએરની પણ નિમણૂક કરી છે. અધિકારીઓ કહે છે કે હીરાનું વેલ્યુએશન નક્કી થયા બાદ હવે બીજી કામગીરી મશીનના વેલ્યુએશનની છે. ત્યારબાદ તેની પર ટેક્સની લાયાબિલિટી નક્કી કરવામાં આવશે. નોંધનીય છે કે ડાયમંડનું વેલ્યુએશન રૂપિયા 86 કરોડનું નિકળ્યુ હતુ.
આવકવેરા વિભાગના ઇન્વેસ્ટિગેશન વિંગના દરોડામાં ડાયમંડ સ્કેનિંગનું કામ કરતી દિઓરાેેે ભંડેરી ત્યાં ચાર માળની બે બિલ્ડિંગમાં 1200 મશીન મળી આવ્યા હતા. અધિકારીઓના કહેવા મુજબ આ મુજબના મશીન સામાન્ય રીતે ઇઝરાયલથી આયાત કરવામાં આવતા હોય છે. એટલે આ મશીનની લોકલ કિંમત કેટલી એ નક્કી કરવાનું કામ ડિપાર્ટમેન્ટ એક વેલ્યુઅરને સોંપ્યુ છે.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.