હાલાકી:ફિટિંગ્સ નહીં મળતાં 8 મહિનાથી સ્ટ્રીટ લાઇટનું LRDકરણ ખોરંભે

સુરત4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અડાજણ સહિતના વિસ્તારોમાં લોકોને ભારે હાલાકી
  • ઠપકો અપાતાં એજન્સી 12 હજાર ફિટિંગ મહિનાના અંતમાં મોકલશે

પાલિકાના સ્ટ્રીટ લાઇટ વિભાગે શહેરના તમામ લાઇટ પોલનું LEDકરણ કરવાની કવાયત શરૂ કરી છે. જો કે, નવા ફિટિંગ્ઝ નહીં મળતાં કામ ખોરંભે ચડ્યું છે. સોમવારે સપ્લાયર સાથે બેઠક થઈ હતી. જેમાં એજન્સીએ બાકી 12 હજાર ફિટિંગ્ઝ મહિનાના અંત સુધીમાં મોકલી દેવા હૈયાધરપત આપી હતી. સાથે જ ડિસેમ્બર અંત સુધીમાં ફેઝ-2ની કામગીરી પૂર્ણ કરી લેવાશે. જોકે આ દાવા વચ્ચે અડાજણ ચોકસી વાડી વિસ્તારમાં આશરે 6થી 8 મહિનાથી નવા પોલ ઊભાં કરાયાં છતાં કામગીરી અધૂરી છે. ઓછાં પ્રકાશના લીધે લોકોને હાલાકી પડી રહી છે.

શિયાળામાં સુર્યોદય મોડો થતો હોવાથી મોર્નિંગ વોક પર નિકળતા લોકોની સુરક્ષા-સલામતી જોખમમાં છે. અહીં 30 જેટલા નવા પોલ ઊભાં તો કરાયા જોકે ફિટિંગ્ઝ ન મળતાં 8 મહિનાથી કામગીરી પૂર્ણ થઇ શકી નથી. ચૂંટણી પહેલાંથી સ્થાનીકો આ મામલે ફરિયાદ કરી રહ્યાં હોવા છતાં સ્થાનીક તંત્ર દ્વારા કોઇ દરકાર લેવામાં આવી રહી નથી.

BRTSના ઘણા રૂટ પર પણ વીજપોલના ધાંધિયા
બેઠકમાં કંપનીએ 12 હજાર ફિટિંગ્ઝ મંગાવી લીધા હોવાનું કહી બાકી પોલ ડિસેમ્બર અંત સુધીમાં ઝળહળતા કરી દેવા દાવો કર્યો હતો. જ્યારે 4 હજાર ફિટિંગ્ઝ માટે કામગીરી ચાલી રહી છે. BRTSરૂટ પર 140 વોટના ફિટિંગ્ઝ લગાવવાનું નક્કી હોવા છતાં સ્ટોકમાં 110 વોટના ફિટિંગ્ઝ હોવાથી આ ફિટિંગ્ઝ લગાવવા મુદ્દે વિવિધ મતમતાંતર ઊભાં થયાં હતાં.

અન્ય સમાચારો પણ છે...