તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:પ્રેમીએ લગ્નની લાલચ આપી પરિણીતા સાથે બળાત્કાર કર્યો

સુરત3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પ્રેમીના કહેવા પર પતિને છુટાછેડા આપ્યાં
  • મુંબઈમાં નોકરી કરતી વખતેે મિત્રતા થઈ હતી

પ્રેમીએ લગ્નની લાલચ આપતા પરિણીતાએ પતિને છુટાછેડા આપી દીધાં હતા. ત્યાર બાદ પ્રેમીએ પરિણીતા સાથે ભીમરાડની ઓયો હોટલમાં શરીર સંબંધ બાંધી તરછોડી દઇને અન્ય યુવતી સાથે લગ્ન કરી લીધાં હતા .જેથી પરિણીતાએ પ્રેમી સામે ખટોદરા પોલીસમાં રેપની ફરિયાદ નોંધાવી હતી.

પનાસમાં રહેતી અને હેલ્થ સેન્ટરમાં નોકરી કરતી 26 વર્ષીય પરિણીતાના વર્ષ 2012માં લગ્ન થયા હતા. સંતાનમાં 6 વર્ષનો બાળક પણ છે. પતિ જોડે ઝઘડા થતા હોવાને કારણે તેણે ઘર છોડી દીધું હતું. પછી પરિણીતા વર્ષ 2019માં મુંબઈની પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરતી હતી તે વખતે ગૌરવ પાટીલ જોડે મિત્રતા થઈ હતી. પરિણીતાને મળવા માટે પ્રેમી ગૌરવ સુરત આવતો હતો. સુરતમાં અલથાણ ભીમરાડ કેનાલ રોડ પર ઓયો હોટેલમાં તે રોકાયો હતો. જયા પરિણીતાને મળવા બોલાવી લગ્નની લાલચ આપી શારીરિક સંબંધ બાંધ્યો હતો.

15 દિવસ પછી ગૌરવે ફરી સુરત આવી પરિણીતાને પતિને છુટાછેડા આપી દેવાની વાત કરી હતી. જેથી પરિણીતાએ પતિને છૂટાછેડા આપી બાળક પણ તેને સોંપી દીધું હતું. ત્યાર બાદ ગૌરવ મહારાષ્ટ્ર લઈ ગયો હતો. જ્યાં થોડો વખત રાખ્યા બાદ પરિણીતા સાથે લગ્ન કરવાની ના પાડી દીધી હતી. એ સમયે ગૌરવે તે અન્ય યુવતી સાથે લગ્ન કરવાનું કહ્યું હતું. પરિણીતાએ સુરત આવીને ખટોદરા પોલીસ સ્ટેશનમાં ગૌરવ અનિલ પાટીલ( રહે, સની પેલેસ, ફળસી ખામગાંવ, મહારાષ્ટ્ર) સામે બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આરોપી ગૌરવ સામે ગુનો દાખલ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...