હુમલો:પ્રેમિકા પર પ્રેમીએ હુમલો કરીને ચપ્પુ વડે ગળું કાપ્યું

સુરત3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પાંડેસરાની પરિણીતા 4 માસ પૂર્વે ભાગી હતી

પાંડેસરામાં રહેતી અને 3થી 4 મહિના પહેલા પતિના હમવતની સાથે ભાગી ગયા બાદ પરત પતિ પાસે રહેવા માટે આવી ગયેલી પરિણીત પ્રેમીકા પર પ્રેમીએ હુમલો કરી ચપ્પુ વડે ગળું કાંપી નાખ્યું હતું. પાંડેસરાની અનુપમા(નામ બદલ્યું છે)ના લગ્નના 6 વર્ષ બાદ પતિનો હમવતની મનુ યાદવની તેમના ઘરે અવરજવર થતી હતી. મનુ યાદવે અનુપમાને પોતાની વાતોમાં ભોળવી લીધી હતી અને 4 મહિના પહેલા અનુપમા મનુ યાદવ સાથે ભાગી ગઈ હતી. જોકે, મનુ યાદવે તેને મારઝુડ કરતો હોવાથી અનુપમાએ પતિને ફોન કરી તેને લઈ જવા કહ્યું હતું.

જેથી તેનો પતિ તેને મનુ યાદવ પાસેથી પરત લઈ આવ્યો હતો. અનુપમાએ પતિને ફોન કરી જાણ કરી હોવાથી તેમજ પતિ સાથે પરત આવી ગઈ હોવાથી તેની દાઝ રાખીને મનુ યાદવ મંગળવારે સવારે તેમના ઘરે આવ્યો હતો અને અનુપમા પર હુમલો કરી દીધો હતો. મનુએ ચપ્પુ વડે અનુપમાનું ગળું કાપી નાંખ્યુ હતું અને પલાયન થઈ ગયો હતો. આ હુમલામાં ગંભીર રીતે ઘવાયેલી અનુપમાને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાઈ હતી. બનાવની જાણ થતા પાંડેસરા પોલીસ હોસ્પિટલ દોડી આવી હતી અને તપાસ શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...